Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કેન્દ્રને સુપ્રીમ કોર્ટની ફટકાર - દિલ્હીમાં કેવી રીતે બનશે સરકાર ?

કેન્દ્રને સુપ્રીમ કોર્ટની ફટકાર - દિલ્હીમાં કેવી રીતે બનશે સરકાર  ?
નવી દિલ્હી. , મંગળવાર, 28 ઑક્ટોબર 2014 (13:01 IST)
દિલ્હીમાં સરકાર બનાવવાને લઈને સુર્પીમ કોર્ટે કેન્દ્ર સરકારના વલણ પર નારાજગી બતાવી છે.  કેન્દ્ર સરકારને સુર્પીમ કોર્ટે મંગળવારે સુનાવણી દરમિયાન પુછ્યુ કે તેમણે આટલા લાંબા સમય પછી પણ સરકાર બનાવવાને લઈને પોતાનુ વલણ સ્પષ્ટ કેમ નથી કર્યુ. 
 
કોર્ટે સરકાર રચનાના સંબંધમા નિર્ણય લેવામા મોડુ થવા બદલ કેન્દ્ર સરકાર અને દિલ્હીના ઉપ રાજ્યપાલની ખેંચાઈ કરી. કોર્ટે કહ્યુ કે લોકતંત્રમાં રાષ્ટ્રપતિ શાસન હંમેશા નથી રહી શકતુ. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે ઉપ રાજ્યપાલને સરકાર રચનાના સંબંધમાં જલ્દી નિર્ણય લેવો જોઈતો હતો અને તેમા પાંચ મહિનાનો સમય નહોતો લાગવો જોઈતો. 
 
સુપ્રીમ કોર્ટે કેન્દ્રને ફટકાર લગાવતા કહ્યુ કે દિલ્હેમાં સરકાર બનાવવામાં આટલુ મોડુ કેમ થયુ. કેન્દ્રના જવાબ પર સુપ્રીમ કોર્ટે પ્રશ્ન ઉઠાવતા કહ્યુ કે પહેલા આ બધુ કેમ ન થયુ. દિલ્હીમાં સરકાર બનાવવાને લઈને સુર્પીમ કોર્ટનો નિર્ણય આજે નહી આવે. કેન્દ્રએ દિલ્હીમાં એક વર્ષ સુધી રાષ્ટ્રપતિ શાસન પર સુર્પીમ કોર્ટેની દખલને બિનજરૂરી બતાવી છે. 
 
અત્રે એ ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં ઉપ રાજ્યપાલ નજીબ જંગે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની મંજુરી માંગી હતી. રાષ્ટ્રપતિ તરફથી ઉપ રાજ્યપાલને લીલી ઝંડી બતાવાઈ હતી. સુત્રોના મુજબ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ દિલ્હીમાં સરકાર બનાવવાનુ આમંત્રણ બીજેપીને આપવા પર મંજુરી બતાવવાની વાત સામે આવી હતી. 
 
હાલ 70 સીટોવાળી દિલ્હી વિધાનસભામાં 67 ધારાસભ્ય છે. કારણ કે બીજેપીના 3 એમએલએ સાંસદ બની ચુક્યા છે. અને તેના પર પેટાચૂંટણી થવાની છે. 67 ધારાસભ્યોમાં બીજેપીના સૌથી વધુ 29 વિનોદ કુમાર બિન્નાના જુદા થયા બાદ આમ આદમી પાર્ટીના 27 કોંગ્રેસના 8 અને વિપક્ષના 3 ધારાસભ્યો છે. દિલ્હીમાં આ વર્તમાન સમયમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયુ છે. રાષ્ટ્રપતિ શાસનનો સમય 16 ફેબ્રુઆરી 2015 સુધીનો છે. 

Share this Story:

Follow Webdunia gujarati