Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઉરી હુમલો : 17 જવાન શહીદ, હુમલાવરો પાસેથી મળ્યો પાકિસ્તાની સામાન

ઉરી હુમલો : 17 જવાન શહીદ, હુમલાવરો પાસેથી મળ્યો પાકિસ્તાની સામાન
શ્રીનગર. , સોમવાર, 19 સપ્ટેમ્બર 2016 (10:56 IST)
જમ્મુ-કાશ્મીરના ઉરીમાં સેનાની 12 યૂનિટના બેસ પર થયેલ આત્મઘાતી હુમલામાં સેનાના 17 જવાન શહીદ થઈ ગયા છે. સેનાના ચારેય આતંકવાદીઓને રવિવારે જ ઠાર કરી દેવામાં આવ્યા હતા.  બારામૂલાના ઉરીમાં આ આત્મઘાતી હુમલો રવિવારે સવારે લગભગ સવા 5 વાગ્યે થયો. હુમલા પછી દેશના બધા એયરપોર્ટ પર હાઈએલર્ટ કરી દેવામાં આવ્યુ છે. 
 
હુમલાવરો પાસેથી મળ્યો પાકિસ્તાની સામાન 
 
ડીજીએમઓ જનરલ રણબીર સિંહે માહિતી આપતા કહ્યુ કે હુમલો જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓએ કર્યુ. તેમની પાસે આગ લગાવનાર હથિયાર હતા. સેનાના એક શિવિરમાં આગ ફેલાવવામાં આવ્યુ. આતંકવાદીઓ પાસેથી જપ્ત વસ્તુઓ પર પાકિસ્તાનની માર્કિંગ છે. મે પાક. ડીજીએમઓમાં વાત કરી છે અને પોતાની નારાજગી વ્યક્ત કરાવી છે.   ડીજીએમઓએ જણાવ્યુ કે આતંકવાદીઓ પાસેથી 4 એકે 47 અને ગ્રેનેડ જપ્ત થયા. વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે. 14 જવાનોની મોત ટેંટમાં આગ લાગવાથી થઈ. સૂત્રોએ જણાવ્યુ કે હુમલા સમયે ડોગરા રેજીમેંટના જવાન એક તંબૂમાં સૂઈ ગયા હતા. જેમા વિસ્ફોટના કારણે આગ લાગી ગઈ.  આગ પાસે આવેલા બૈરકો સુધી પણ ફેલાય ગઈ. એવુ કહેવાય રહ્યુ છે કે હુમલાને ઘુસપેઠ કરીને આવેલ આતંકવાદીઓના સમૂહે અંજામ આપ્યો અને તેઓ શક્યત શહેરમાં સલામાબાદ નાળાના રસ્તે ઘુસ્યા હતા. 
 
આતંકી હુમલામાં હાથ હોવાનો પાકિસ્તાને કર્યો સ્પષ્ટ ઈન્કાર 
 
ઉરી હુમલામાં માર્યા ગયેલા આતંકવાદીઓ પાએથી પાકિસ્તાની સામાન જપ્ત થયો છે. પણ પાકિસ્તાને આ હુમલામાં પોતાનો હાથ હોવાથી સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. ઉપરથી ભારતના દાઝ્યા પર મીઠુ નાખતા પાકિસ્તાન રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કહ્યુ, 'કાશ્મીરી તો ખુદ આઝાદી માટે ભારતીયુ સેના વિરુદ્ધ લડી રહ્યા છે. અને પાકિસ્તાન તો ફક્ત તેમને નૈતિક રૂપે સમર્થન આપી રહ્યુ છે.  આ પહેલા પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યુ કે કોઈપણ જાતની તપાસ વગર તેમનુ નામ ઘસેટવામાં આવી રહ્યુ છે.  ભારતે આ વિશે ગુપ્ત માહિતી માંગી છે. જેથી તેઓ તેના આધાર પર કાર્યવાહી કરી શકે. 
 
પાકિસ્તાન પર ગુસ્સે થયેલ રાજનાથ સિંહ 
 
રવિવારે ઉરીમાં આર્મીની પાસે બેસ થયેલ હુમલામાં સેનાના 20 જવાન શહીદ થઈ ગયા અને અનેક જવાન ઘાયલ થઈ ગયા.  ગૃહ મંત્રી રાજનાથ સિંહે કહ્યુ કે પાકિસ્તાન એક આતંકવાદી દેશ છે અને તેને આંતરરાષ્ટ્રીય સ્તર પર જુદા જુદા કરવા જોઈએ. સિંહે કહ્યુ કે બેઠક વિશે પ્રધાનમંત્રીને જાણ કરાવવામાં આવ્યા છે અને રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થાની માહિતી આપવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ હુમલામાં શહીદોના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા કહ્યુ કે આતંકવાદી હુમલાના જવાબદાર લોકોને ન્યાય સમક્ષ લાવવામાં આવશે. તેમણે ઘાયલોને શીધ્ર સ્વસ્થ થવાની કામના પણ કરી છે. 
 
દોષીયોને માફ નહી કરવામાં આવે - મોદી 
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી હુમલાની નિંદા કરી. તેમણે કહ્યુ હુ દેશને આશ્વાસન આપુ છુ કે હુમલા પાછળ દોષીયોને માફ નહી કરવામાં આવશે.  હુમલામાં શહીદ થયેલ જવાનોને આપણે સેલ્યૂટ કરે છે.  રાષ્ટ્ર માટે કરવામાં આવેલ તેમની સેવા હંમેશા યાદ કરવામાં આવશે  નાણાકીય મંત્રી અરુણ જેટલીએ કહ્યુ કે પાકિસ્તાનને જુદો કરવામાં આવે. ઉરી હુમલાના દોષીયોને છોડવામાં નહી આવે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જુનાગઢમાં એક સાથે ૩ મર્ડર, ૪૮ કલાકમાં પાંચ હત્યા