Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઉદ્ધવ ઠાકરેની ભાજપાને સલાહ - 'પગ જમીન પર મુકો'

ઉદ્ધવ ઠાકરેની ભાજપાને સલાહ - 'પગ જમીન પર મુકો'
, બુધવાર, 17 સપ્ટેમ્બર 2014 (11:58 IST)
પેટાચૂંટણીમાં ભાજપાના ખરાબ પ્રદર્શનને લઈને શિવસેનાએ બુધવારે પોતાના પગ જમીન પર મુકવાની સલાહ અપી. અને કહ્યુ કે તેમણે આ પરથી સબક લેવો જોઈએ. શિવસેનાના મુખપત્ર સામનામાં એક સંપાદકીયમાં કહેવામાં આવ્યુ કે લોકસભા ચૂંટણીમાં ભાજપાએ ઉત્તરપ્રદેશમાં મોટી જીત મેળવી  હતી. પણ હવે પેટાચૂંટણીમં પરિણામ ઊંઘા આવી રહ્યા છે.  આ મહારાષ્ટ્રની ચૂંટણી માટે એક સબક છે. આ સૌને માટે સબક છે. લોકોને હલકામાં ન લેશો. 
 
  તેમા કહેવામાં આવ્યુ કે લોકોનુ મન અસ્થિર છે. આ તેમનો નિર્ણય છે. પેટાચૂંટણીના પરિણામ 15 ઓક્ટોબરના રોજ થનારી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે સબક છે. આ સૌને માટે સબક છે. શિવસેનાએ કહ્યુ કે પોતાન પગ જમીન પર મુકો અને (લોકસભા ચૂંટણી) ની જીતની હવામાં ઉડશો નહી. આ હારના સબક પરથી મહારાષ્ટ્ર ચૂંટણી જીતીશુ. નહી તો લોકો જે કરશે તે જરૂર થશે. 
 
ભાજપાને ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં વિધાનસભા સીટો પર થયેલ પેટાચૂંટણીમાં ભારે નુકશાન ઉઠાવવુ પડ્યુ છે અને તે પહેલા પોતાની પાસે રહેલ 23માંથી 13 સીટો હારી ગઈ છે. રાજસ્થાન અને ગુજરાતમાં પેટાચૂંટણીમાં કોંગ્રેસે આશ્ચર્યજનક પ્રદર્શન કર્યુ છે. 
 
સામનામાં કહેવામાં આવ્યુ કે પેટાચૂંટણીના પરિણામોને મોદી લહેર સાથે ન જોડવા જોઈએ. એ યાદ રાખવુ જોઈએ કે સામાન્ય ચૂંટણી અને રાજ્ય ચૂંટણીમાં અંતર હોય છે. તેમા કહેવામાં આવ્યુ કે મોદી આંતરરાષ્ટ્રીય સ્તર પર સારુ કામ કરી રહ્યા છે. જો મોદીના 100 દિવસના કામ લોકો સુધી ન પહોંચ્યા તો એ માટે કોણ જવાબદાર હોવુ જોઈએ. 
 
શિવસેનાએ કહ્યુ કે યોગી આદિત્યનાથે લવ જેહાદનો મુદ્દો ઉઠાવ્યો. પણ પેટાચૂંટણીના પરિણામોએ બતાવી દીધુ કે આ મુદ્દાની કોઈ અસર નથી. તેમા કહ્યુ કે કોઈપણ વર્તમાન પેટાચૂંટનીમાં કોંગ્રેસના પ્રદર્શનનો શ્રેય સોનિયા કે રાહુલ ગાંધીને ન આપવો જોઈએ.  અને આ રીતે એ પણ દાવો ન કરવો જોઈએ કે જનાદેશ મોદી વિરુદ્ધ છે.  
 
શિવસેનાના સંપાદકીયમાં કરવામાં આવેલ કડક ટિપ્પણીને ભાજપા માટે ચેતાવનણીના રૂપમાં જોવાય રહી છે.  તેઓ મહારાષ્ટ્રમાં વધુ સીટો માંગવાની પોતાની અવાજને ખામોશ રાખે.  

Share this Story:

Follow Webdunia gujarati