નોટબંધીને લઈને ભાજપા સાંસદ શત્રુધ્ન સિન્હાએ એકવાર ફરી કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે. શત્રુધ્નએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનુ નામ લીધા વગર તેમના પર નિશાન સાધતા કહ્યુ કે નોટબંધીના સર્વે પર સવાલ ઉઠાવ્યા છે. શત્રુધ્ન સિન્હાએ ટ્વિટર પર લખ્યુ, લોકો મૂર્ખાની દુનિયામાં જીવવાનુ બંધ કરે. લોકોને થઈ રહેલ તકલીફને સમજે. શત્રુધ્ન સિન્હાએ કહ્યુ કે ખરાબ સમય માટે અમારી માતા-બહેનોની એકત્ર થયેલ રકમને કાળાનાણા સાથે જોડવી યોગ્ય નથી. પીએમ મોદી દ્વારા કરાવેલ સર્વેને શત્રુધ્ન સિન્હાએ પ્લાંટેડ બતાવ્યો. તેમણે કહ્યુ કે સર્વે કેટલાક વ્યક્તિગત સ્વાર્થો માટે કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નમો એપ દ્વારા નોટબંધી પર લોકોને ફીડબેક આપવાનુ કહ્યુ હતુ. રિપોર્ટ્સ મુજબ 24 કલાકમાં લગભગ 5 લાખ લોકોએ એપ પર સર્વેમાં ભાગ લીધો. સર્વેમાં ભાગ લેનારા 90 ટકાથી વધુ લોકોએ બ્લેકમનીને લઈને કરવામં આવેલ સરકારના નિર્ણયને 4 પોઈંટથી વધુ રેટિંગ આપી છે. 73 ટકા લોકોએ 5 સ્ટાર રેટિંગ આપી. લગભગ 86 ટકા લોકોએ આ વાતનુ પણ સમર્થન કર્યુ છે કે અનેક એક્ટિવિસ્ટ બ્લેકમનીના બચાવમાં કામ કરી રહ્યા છે.