Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અલગતાવાદી નેતા મસરત આલમની ધરપકડ, ગિલાની નજરબંદ

અલગતાવાદી નેતા મસરત આલમની ધરપકડ, ગિલાની નજરબંદ
, શુક્રવાર, 17 એપ્રિલ 2015 (10:38 IST)
કેન્દ્ર સરકારના કડક વલણ પછી જમ્મુ-કાશ્મીરમાં અલગતાવાદી મસરત આલમની નજરબંદી પછી ધરપકડ કરી લેવામાં આવી છે.  મસરત આલમે બુધવારે અલગતાવાદી હુર્રિયત નેતા સૈયદ અલી શાહ ગિલાનીની રેલીમાં પાકિસ્તાનના સમર્થનમાં દેશને તોડવાના નારા લગાવાયા હતા અને લોકોને પાકિસ્તાની ઝંડા લહેરાવવા માટે ઉપસાવ્યા હતા. આ પહેલા મસરત સાથે જ ગુરૂવારની રાત્રે સૈયદ અલી શાહ ગિલાનીને પણ નજરબંદ કરી લેવામાં આવ્યો હતો. આ બંનેયે શુક્રવારે દક્ષિણ કાશ્મીરના ત્રાલમાં રેલીમાં ભાગ લેવાનો કાર્યક્રમ હતો.  
મસરતની હિમંત અને ઉદ્દંડ નિવેદનોથી જમ્મુ-કાશ્મીરમાં સતત તનાવ વધી રહ્યો હતો. અડધો ડઝનથી વધુ ગંભીર ધારાઓમાં કેસ નોંધાવા અને કેન્દ્રના દબાણ છતા ધરપકડ ન થવાને લઈને ગુરૂવારે જમ્મુ વિભાગમાં ડઝનો પ્રદર્શન થયા. આ દરમિયાન કેન્દ્રએ અલગતાવાદીઓ વિરુદ્ધ સખત કાર્યવાહીનો આદેશ રજુ કરતા જમ્મુ-કાશ્મીર સરકારને સવાલ કર્યો છે કે શ્રીનગરમાં તેમની રેલી માટે સરકાર તરફથી અનુમતિ કયા આધાર પર આપવામાં આવી હતી. બુઘવારે થયેલ આ રેલીમાં પાકિસ્તાની ઝંડો બતાવવાના મામલે રાષ્ટ્રીય સુરક્ષાને વિરુદ્ધ બતાવતા કેન્દ્રએ મુખ્યમંત્રી પાસે કાર્યવાહીની રિપોર્ટ પણ માંગી છે. 
 
આલમે આ રેલીનુ આયોજન ગિલાનીના કાશ્મીર આવવાના અવસર પર કર્યુ હતુ. એક અધિકારીએ કહ્યુ છે કે વીડિયો ફુટેજમાં સ્પષ્ટ દેખાય રહ્યુ છે કે મસરત યુવાઓને પાકિસ્તાની ઝંડો લહેરાવવા માટે ઉપસાવી રહ્યા છે અને ભારત વિરોધી નારેબાજી કરી રહ્યા છે. 

Share this Story:

Follow Webdunia gujarati