Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

SCનો ઐતિહાસિક નિર્ણય, સિનેમાહોલમાં રાષ્ટ્રગીતના સન્માન માટે ઉભા થવુ પડશે

SCનો ઐતિહાસિક નિર્ણય, સિનેમાહોલમાં રાષ્ટ્રગીતના સન્માન માટે ઉભા થવુ પડશે
નવી દિલ્હી. , બુધવાર, 30 નવેમ્બર 2016 (12:17 IST)
સુપ્રીમ કોર્ટે આજે એક મુખ્ય આદેશ આપતા કહ્યુ કે સિનેમાહોલમાં રાષ્ટ્રગીતના સન્માન માટે બધા દર્શકોએ ઉભા થવુ પડશે.  ઉલ્લેખનીય છેકે શ્યામ નારાયણ ચૌકસીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી માંગ કરી હતી કે સિનેમા હોલમાં દરેક ફિલ્મના પ્રદર્શન પહેલા દરેક વખતે રાષ્ટ્રગીત વગાડવામાં આવે. અરજીમાં કહેવામાં આવ્યુ કે રાષ્ટ્રગીત ભારતની આઝાદીનુ અભિન્ન અંગ છે. તેની સાથે જનમાનસની ભાવનાઓ સંકળાયેલી છે. અરજીમાં એ પણ માંગ થઈ છે કે રાષ્ટ્રગીત વગાડવા અને ગાવાને લઈને દિશા નિર્દેશ બનાવવામાં આવે. 
 
રાષ્ટ્રગાનનો કાયદો શુ કહે છે ? 
 
રાષ્ટ્રગીત વાગતા દેશના નાગરિકો પાસેથી અપેક્ષા કરવામાં આવે છે કે તેઓ સાવધાન થઈને ઉભા રહે. પ્રિવેંશન ઑફ ઈંસલ્ટ્સ ટૂ નેશનલ ઓનર એક્ટ 1971ના સેક્શન ત્રણ મુજબ જાણી જોઈને જે કોઈપણ કોઈને ભારતનુ રાષ્ટ્રગીત ગાતા રોકવાની કોશિશ કરશે કે પછી તેને ગાઈ રહેલ કોઈ સમૂહને કોઈપણ પ્રકારનુ નુકશાન પહોંચાડશે તેને ત્રણ વર્ષ સુધી કેદ કે દંડ ભરવો પડી શકે છે. આ એક્ટમાં રાષ્ટ્રગાન ગાવા કે વગાડવા દરમિયાન બેસી રહેવા કે ઉભા રહેવા વિશે કશુ નથી કહેવામાં આવ્યુ. સુપ્રીમ કોર્ટે પણ આ મામલે કહી ચુક્યુ છે કે આવી કોઈ કાયદાકીય જોગવાઈ નથી.  
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નોટબંધીના 22 દિવસ - HDFCની બ્રાંચોમાં એક અઠવાડિયાથી કેશ જ આવી નથી