રાષ્ટ્રીય જનતા દળ(આરજેડી) પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવ અને યોગ ગુરૂ બાબા રામદેવ આજે એક સાથે જોવા મળ્યા. બાબા રામદેવ લાલૂ યાદવને 21 જૂનના રોજ થનારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસનુ આમંત્રણ આપવા માટે લાલૂના દિલ્હી સ્થિત રહેઠાણ પર પહોંચ્યા હતા. આંતરાષ્ટ્રીય યોગ દિવસ પર ફરીદાબાદમાં પોતાના 5 દિવસીય કાર્યક્રમનુ આયોજન કરનારા બાબા રામદેવ અહી લાલૂને આમંત્રણ આપવા પહોંચ્યા હતા. જ્યા લાલૂ યાદવે રામદેવના પ્રોડક્ટના જોરદાર વખાણ કર્યા.
મુલાકાત દરમિયાન બાબા રામદેવ અને લાલૂએ એકબીજાના વખાણ કર્યા. સાથે જ રામદેવે લાલૂને તેમના પતંજલિ સંસ્થાનમાં બનેલા કેટલાક પ્રોડક્ટ પણ ભેટ કર્યા. બાબા રામદેવે લાલૂ પ્રસાદ યાદવના ચેહરા પર પતંજલિની ગોલ્ડ ક્રીમ પણ લગાવી. આ દરમિયાન લાલૂ પ્રસાદ હસતા રહ્યા. લાલૂએ બાબા રામદેવ અને પતંજલિના પ્રોડક્ટના વખાણ કર્યા.
તેમણે બાબા રામદેવની પ્રશંસા કરતા કહ્યુ કે બજારમાં બાબાના પ્રોડક્ટ આવ્યા પછી અનેક લોકોની દુકાનો બંધ થઈ ગઈ છે. એ લોકો તેમને ત્રાંસી નજરે જુએ છે. લાલૂએ કહ્યુ કે રામદેવ ક્વાલિટી પ્રોડક્ટ આપે છે.
લાલૂ યાદવે બાબા રામદેવના સાબુ, ક્રીમ અને ઘી સહિત અનેક ઉત્પાદોના વખાણ કરતા કહ્યુ કે લોકો બાબા વિરુદ્ધ ષડયંત્ર કરી તેમના પ્રોડક્ટને ખરાબ બતાવે છે. જ્યારે કે આ ઉત્પાદ બજારમાં મળતા મિલાવટી સામાન કરતા ખૂબ સારા છે ઉલ્લેખનીય છે કે લાલૂ યાદવ અને બાબા રામદેવ એકબીજાના એકદમ વિરોધી માનવામાં આવે છે.