Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજનાથ સિંહને પોતાના શૂઝની દોરી જવાન પાસે બંધાવડાવી

રાજનાથ સિંહને પોતાના શૂઝની દોરી જવાન પાસે બંધાવડાવી
, શુક્રવાર, 12 સપ્ટેમ્બર 2014 (13:00 IST)
ટીવી ચેનલો પર ગૃહમંત્રી રાજનાથ સિંહની એક ફુટેજને કારણે વિવાદ ઉભો થયો છે. આ ફુટેજમાં રાજનાથ સુરક્ષા બળના એક જવાનને પોતાના શૂઝની દોરી બાંધતા બતાવાય રહ્યા છે. ગૃહમંત્રી પોતાના બે દિવસના ગુજરાત પ્રવાસ પર છે.  
 
તેઓ ગુરૂવારે પાકિસ્તાન સાથે લાગેલ સીમા સુરક્ષા તૈયારીઓનું નિરીક્ષણ કરવામાટે એક કાર્યક્રમમાં કોસ્ટ ગાર્ડ અને બીએસએફના જવાનો વચ્ચે હાજર હતા.  
 
ટીવી ચેનલોની ફુટેજમાં આ દરમિયાન એક જવાન ખુરશી પર બેસેલ રાજનાથના શુઝની દોરી બાંધતા બતાવાય રહ્યા છે.  આ પહેલા યુપીની પુર્વ મુખ્યમંત્રી માયાવતી પણ આવા જ એક વિવાદમાં ઘેરાય ગઈ હતી. 
 
એક મુખ્યમંત્રીના રૂપમા એક કાર્યક્રમમા તેમની સુરક્ષામાં ગોઠવાયેલ કર્મચારીઓએ તેમની સેંડલ જાતે સાફ કરીને તેમને પહેરાવી હતી.  

Share this Story:

Follow Webdunia gujarati