Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હુ રાહુલ ગાંધી સાથે જ લગ્ન કરીશ

હુ રાહુલ ગાંધી સાથે જ લગ્ન કરીશ
નવી દિલ્હી , શુક્રવાર, 21 નવેમ્બર 2014 (10:44 IST)
યુપીના આગરામાં મહિલા પોલીસ મથકમાં ગુરૂવારની બપોરે સિકંદરા ક્ષેત્ર રહેવાસી 23 વર્ષની એક યુવતીએ એવુ કહીને સૌને હેરાન કરી દીધુ કે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે તેનુ બાળપણથી જ સંબંધ થયો હતો અને તે રાહુલ સાથે જ લગ્ન કરશે. એસઓ સાથે વાતચીત દરમિયાન યુવતી કહ્યુ કે ઈંદિરાજીએ તેમનો સંબંધ બાળપણમાં જ રાહુલ સાથે નક્કી કરી નાખ્યો હતો અને હવે તે રાહુલની પરીક્ષા લઈ રહી છે. યુવતીએ કહ્યુ કે તેની સાસુ (સોનિયા ગાંધી) સારી નથી. તેણે એસઓને જણાવ્યુ કે તેના પિતા નાયબ સુબેદારના પદ પરથી રિટાયર થયા છે.  તે હાઈસ્કુલ પાસ છે. છેલ્લા ચાર વર્ષથી રાહુલ ગાંધીને મળવાનો પ્રયાસ કરી રહી છે. પણ તેને લોકો મળવા નથી દઈ રહ્યા.  
 
જ્યારે એસઓએ પુછ્યુ કે તે કેટલીવાર રાહુલને મળી છે તો તેણે જણાવ્યુ કે તે બે વાર મળી ચુકી છે. પહેલી મુલાકાત ચાર વર્ષ પહેલા દિલ્હીના કાલકાજી મંદિરમાં થઈ હતી.  એ દર્શન કરવા આવ્યા હતા. ત્યારબાદ તાજેતરમાં લોકસભા ચૂંટણી દરમિયાન રામપુરના ચૂંટણી સભામાં પણ તેમણે મળવા ગઈ હતી. આખી સભામાં રાહુલે તેમને જોઈને જ ભાષણ આપ્યુ હતુ. ઘણુ સમજાવ્યા પછી યુવતીને તેના પરિવારના લોકો પાસે મોકલી દેવામાં આવી. મીડિયા સાથે વાતચીત દરમિયાન એસઓએ જણાવ્યુ કે યુવતી માનસિક રોગી છે અને તેની સારવાર ચાલી રહી છે તેથી તે આવી વાત કરી રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati