Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમેરિકી મુલાકાત દરમિયાન મોદીના રહેશે ઉપવાસ

અમેરિકી મુલાકાત દરમિયાન મોદીના રહેશે ઉપવાસ
નવી દિલ્હી. , સોમવાર, 22 સપ્ટેમ્બર 2014 (12:20 IST)
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પાંચ દિવસીય અમેરિકી પ્રવાસ આગામી શુક્રવારથી શરૂ થઈ રહ્યા છે અને સમગ્ર દુનિયાની નજર તેમના પર ટકી છે. એક અંગ્રેજી છાપાની રિપોર્ટ મુજબ અમેરિકી પ્રવાસ દરમિયાન નવરાત્રિ હોવાને કારણે નરેન્દ્ર મોદી ઉપવાસ પર રહેશે અને બીજુ કશુ નહી ખાય. એવુ કહેવાય રહ્યુ છે કે પ્રધાનમંત્રી ફક્ત પાણી અને ફળાહાર કરીને જ ઉપવાસ રાખશે. 
 
ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી નવરાત્રિના ઉપવાસ રાખે છે. તેઓ છેલ્લા 35 વર્ષથી નવરાત્રિ દરમિયાન ઉપવાસ રાખી રહ્યા છે. 
 
લગભગ એક દશકા સુધી અમેરિકી વીઝા મેળવવાથી વંચિત રહેલ મોદીને જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા 29 સપ્ટેમ્બર સાંજે વ્યક્તિગત ભોજમાં સ્વાગત કરશે તો આશા કરતા અનેક ગણા વધુ સંબંધો મજબૂત થવાની આશા છે. એવુ કહેવાય રહ્યુ છે કે વ્હાઈટ હાઉસમાં પ્રાઈવેટ ડિનર અને અમેરિકામાં ભારતીય રાજદૂતની તરહથી આપવામં આવેલ રિસેપ્શન માટે મેનુ તૈયાર છે. પણ મોદી અમેરિકી પ્રવાસ પર કદાચ જ કશુ ખાય. પાંચ દિવસના અમેરિકી પ્રવાસ સમયે નરેન્દ્ર મોદી નવરાત્રીના નવ દિવસના ઉપવાસ રાખશે. 
 
પ્રધાનમંત્રી મોદી 26થી 30 સપ્ટેમ્બર સુધી અમેરિકી પ્રવાસ પર રહેશે અને આ દરમિયાન તેમની બરાક ઓબામા સાથે બે વાર મુલાકાત થશે. આગામી 29-30 સપ્ટેમ્બરના રોજ વ્હાઈટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે મુલાકાત કરશ્ આ દરમિયાન બંને નેતા આર્થિક વિકાસ સહિત વિવિધ દ્વિપક્ષીય અને રણનીતિક મુદ્દા પર ચર્ચા કરશે. 
 
ન્યૂયોર્કના મેડિસન સ્કવોયર પર થનારા કાર્યક્રમમાં 18 હજાર લોકોનો સમાવેશ થવાની શક્યતા છે. કાર્યક્રમના મુખ્ય આયોજકમાંથી એક ડો. ભરત બરાઈએ કહ્યુ કે અમને આ વાતની માહિતી મળી છે કે પ્રધાનમંત્રી પ્રવાસ પર ઉપવાસ રાખશે. નવી દિલ્હી તરફથી આદેશ મળ્યો છે કે પ્રધાનમંત્રીના કાર્યક્રમને વ્યસ્ત ન બનાવવામાં આવે. 
 
બીજી બાજુ વોશિંગટનમાં સત્તાની ગલિયોથી માંડીને વેપારી જગત અને ભારતીય મૂળના અમેરિકી સમુહ સુધી મોદીના આ પ્રવાસથી અનેક આશાઓ જાગી છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati