Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મોદી અને ટ્રંપ વિશ્વને વધુ સુરક્ષિત રાખશે

મોદી અને ટ્રંપ વિશ્વને વધુ સુરક્ષિત રાખશે
, બુધવાર, 9 નવેમ્બર 2016 (13:43 IST)
આ ચૂંટણી પ્રચારના સમયની વાત છે, જ્યારે જુલાઈ 2016માં અમેરિકાના રિપબ્લિકન નેતા નીટ ગિંગ્રિજએ કહ્યું હતું કે જો ડોનાલ્ડ ટ્રંપ અમેરિકાના રાષ્ટૃપતિ બન્યા તો ટ્રંપ અને ભારતના પ્રધાનમંત્રી બન્ને દેશના સંબંધને નવા મંઝિલ પર લઈ જશે. બન્ને જ એક બીજાને પસંદ કરે છે અને હવે ટ્રંપ વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપતિ પદ પર આસીન થવાના છે , આ સ્થિતિમાં શકય છે કે ભારત અને અમેરિકાના વચ્ચે નવા સંબંધોની શરૂઆત કરાય. 
ચૂટણી પ્રચારના સમયે રિપબ્લિકન હિન્દુ કોઅલિશનની તરફથી આયોજિત કાર્યક્રમમાં નીટએ કહ્યું હતું કે મોદી અને ટ્રંપ વિશ્વને વધારે સુરક્ષિત બનાવશે એણે કહ્યું કે અમેરિકાની સુરક્ષાને લઈને ટ્રંપ ખૂબ કડક નેતા છે અને મોદી પણ ભારતને લઈને ખૂબ સાવધાન છે. બન્ને જ નેતા પોત-પોતાના દેશને એક મંઝિલ પર લઈ જવાનો  પ્રયાસ કરી રહ્યા છે. 
 
ગિંગ્રિચએ ટ્રંપ ખૂબ નિકટના ગણાય છે. નીટે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાણે છે કે બન્ને દેશના લોકોને કેવી રીતે નિકટ લાવવા.  રિપબ્લિકન નેતાએ કહ્યું કે મારું માનવું છે કે જ્યારે ટ્રંપ રાષ્ટ્રપતિ બનશે તો  બન્ને નેતા સાથે બેસીને વાત કરશો કારણકે બન્ને જ એક બીજાને પસંદ કરે છે. ગિંગ્રિજ મોદીને ત્યારથી જાણે છે જ્યારે એ ગુજરાતના મુખ્યમંત્રી હતા. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Full Information: 500-1000ના નોટ બંધ, તમારા મનમાં ઉઠનારા બધા પ્રશ્નોના જવાબ