મોદી સરકારે દેશભરની પોસ્ટ ઓફીસોને બેંકનો દરજ્જો આપવાનો નિર્ણય લીધો છે. આજે યોજાયેલી કેબીનેટની મીટીંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
કેબીનેટના ફેંસલા અનુસાર ડાકઘરોમાં બેંકનો દરજ્જો આપવામાં આવ્યો છે. પોસ્ટ ઓફીસને હવે 'ઇન્ડીયા પોસ્ટ પેમેન્ટ બેંક' કહેવામાં આવશે. આ બેંક માર્ચ-2017 સુધીમાં કામ કરતી થઇ જશે.
દેશની દોઢ લાખ જેટલી પોસ્ટ ઓફીસોને હવે બેંકનો દરજ્જો મળી જશે. ડાક વિભાગે આ અંગે તૈયાર કરેલી કેબીનેટ નોટને આજે કેબીનેટે મંજુરી આપી દીધી હતી. દેશની દોઢ લાખ જેટલી પોસ્ટ ઓફીસો એક મોટુ પ્લેટ ફોર્મ છે અને હવે લોકો તેનો ઉપયોગ સામાન્ય બેંકની જેમ કરી શકશે. પોસ્ટ ઓફીસોમાં હવે થર્ડ પાર્ટી સર્વિસીસ ઉપલબ્ધ થશે. હવે પોસ્ટના કર્મચારીઓ આપણા દરવાજે પત્રો જ નહિ પરંતુ એટીએમ પણ લઇને હાજર થશે અને બેંક કર્મચારીની જેમ કામ કરશે. ગ્રામીણ વિસ્તારોમાં લોકોને પોસ્ટલ બેંકનો સૌથી મોટો લાભ મળશે. ઇન્ડીયા પોસ્ટના સ્ટાફને ટ્રેનીંગ પણ આપવામાં આવશે. સીસ્ટમમાં નવા પ્રોફેશ્નલ્સ પણ લાવવામાં આવશે.