Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જમ્મુ કાશ્મીર અને ઝારખંડ વિધાનસભા ચૂંટ્ણીના પહેલા તબક્કાની 28 સીટો પર મતદાન શરૂ

જમ્મુ કાશ્મીર અને ઝારખંડ વિધાનસભા ચૂંટ્ણીના પહેલા તબક્કાની 28 સીટો પર મતદાન શરૂ
નવી દિલ્હી , મંગળવાર, 25 નવેમ્બર 2014 (10:30 IST)
ઝારખંડ અને જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે પહેલા તબક્કાનુ મતદાન શરૂ થઈ ગયુ છે.  પહેલા તબક્કામાં ઝારખંડની 13 સીટો અને જમ્મુ કાશ્મીરની 15 સીટો પર મતદાનનો પ્રારંભ થઈ ગયો છે.  આ બંને રાજ્યોમાં થઈને કુલ 322 ઉમેદવારોનું ભાગ્ય આજે સાંજે ઈવીએમમાં બંધ થઈ જશે. 
 
જમ્મુ-કાશ્મીરમાં પહેલા તબક્કામાં ત્રણ વિસ્તારની કોઈકને કોઈક સીટો પર મતદાન થશે. ઝારખંડમાં પલામુ વિસ્તારની તમામ સીટો અને છોટાનાગપુરની અમુક સીટો પર મતદાન યોજાશે. 
 
જમ્મુ-કાશ્મીરમાં પહેલા તબક્કામાં 123 ઉમેદવારો 
 
જમ્મુ કાશ્મીરમાં પાંચ તબક્કામાં ચૂંટણી યોજાશે પહેલા તબક્કાના મતદાનમાં 15 ચૂંટણી વિસ્તારોમાં મતદાન યોજાશે જેમા કુલ 123 ઉમેદવારોના ભાવીનો નિર્ણય થશે. તેમા સાત મંત્રીઓ સહિત 12 વર્તમાન ધારાસભ્યો પણ છે. જમ્મુની 6 કાશ્મીરની પાંચ અને લદ્દાખના ચાર ચૂંટણી વિસ્તારોમાં મતદારો પોતાના પ્રતિનિધિ ચૂંટવા મતદાન કરશે.  
 
જમ્મુમા કિસ્થવાર ઈદરવાલ ડોડા ભદરવાહ રામબન અને બનિહાલ કાશ્મીરના ગુરેજ બાંડીપુરા સોનાવરી કંગન અને ગાંદરબલનો સમાવેશ થાય છે. લદ્દાખના નુબ્રા લેહ કારગિલ અને જંસ્કર વિસ્તારમાં મતદાન યોજાયુ છે.  
 
જમ્મુ કાશ્મીરમાં કુલ 10.50.250 મતદર મતાધિકારનો ઉપયોગ કરશે. 
 
પહેલા તબક્કામાં કુલ 10.50.250 મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમા 5.49.698 પુરૂષો નએ 5.00.539 મહિલાઓ સહિત 13 ટ્રાન્સજેડર્સનો પણ સમાવેશ થાય છે.  15 ચૂંટણી વિસ્તારો પૈકી ભદદરવાહમાં સૌથી વધુ 1.04.354 મતદારો છે. લદ્દાખના નુબ્રામાં સૌથી ઓછા 13.054 મતદારો છે. .  

Share this Story:

Follow Webdunia gujarati