Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નોટબંધી - સંસદના મેદાનમાં વિપક્ષનુ પ્રદર્શન, મોદી બોલ્યા - દુર્ભાગ્ય છે કે કેટલાક લોકો બ્લેકમનીના પક્ષમાં મેદાનમાં ઉતરવાની હિમંત કરે છે

નોટબંધી - સંસદના મેદાનમાં વિપક્ષનુ પ્રદર્શન, મોદી બોલ્યા - દુર્ભાગ્ય છે કે કેટલાક લોકો બ્લેકમનીના પક્ષમાં મેદાનમાં ઉતરવાની હિમંત કરે છે
નવી દિલ્હી. , બુધવાર, 23 નવેમ્બર 2016 (10:34 IST)
નોટબંધીના વિરુદ્ધ બુધવારે વિપક્ષનો વિરોધ ચાલુ છે. સંસદના મેદાનમાં ટીએમસી કોંગ્રેસના સાંસદ ગાંધી મૂર્તિ બહાર પ્રદર્શન કરવા પહોંચ્યા. ટીએમસી સાંસદો સાથે રાહુલ ગાંધી પણ હાજર હતા. બીજી બાજુ મમતા બેનર્જી દિલ્હીમાં ધરણા પર બેસશે. આ માટે મમતા મંગળવારે જ રાજધાની પહોંચી ચુકી છે. તેમના સપોર્ટ માટે અરવિંદ કેજરીવાલ પણ આવી શકે છે.  બીજી બાજુ નરેન્દ્ર મોદીએ કહ્યુ, "દેશમાં મૂલ્યોનુ પતન ઝડપથી થઈ રહ્યુ છે. આ દુર્ભાગ્ય છે કે આજે સાર્વજનિક જીવનમાં લોકો કરપ્શન, બ્લેકમનીના પક્ષમાં સાર્વજનિક રૂપે મેદાનમાં ઉતરી રહ્યા છે.  મોદીએ વધુ શુ કહ્યુ 
 
- દિલ્હીમાં એક પોગ્રામ દરમિયાન પીએમે કહ્યુ, "લોકો કરપ્શન વિરુદ્ધ વ્યક્તિગત જીવનમાં કશુ સહન કરવુ પડતુ હતુ તો કરતા હતા. પણ કહેતા હતા - હુ પૈસા નહી આપુ. 
- "પછી સમય બદલ્યો. લોકો કહેવા લાગ્યા દુનિયાને સુધારવા જશો, પૈસા લો, મારુ કામ કરો." 
- "મૂલ્યોમાં ઘટાડો થવા લાગ્યો. સમય બદલ્યો. ત્યારે કરપ્શન મુદ્દો જ નથી રહ્યો." 
- "હુ જોઈ રહ્યો છુ દુર્ભાગ્ય છે કે આજે હિમંત થઈ કે સાર્વજનિક જીવનમાં લોકો કરપ્શન, બ્લેક મીનના પક્ષમાં સાર્વજનિક મેદાનમાં ઉતરી રહ્યા છે. કોઈ પણ દેશ માટે મૂલ્યોનુ પતન સૌથી મોટુ સંકટ હોય છે." 
- "જે આજે 80 વર્ષના હશે. તેમના જમાનામાં પણ એક-બે ચોરી કરતા હતા. 
- "ધીરે ધીર વક્ત બદલ્યો. પછી ચોર હાથમાં લખીને જવા લાગ્યો. તે એક્ઝામમાં મજબૂરીથી ચોરી કરી લેતો હતો પણ છતા ઈચ્છતો હતો કે કોઈને જાણ ન થાય. 
- સમય એટલો બદલાતો ગયો અને હવે આવુ કરનારા લોકો ટેબલ પર છરો મુકે છે અને ખુલેઆમ ચોરી કરે છે.
- આ જે મૂલ્યોનુ પતન છે આ દેશનુ દુર્ભાગ્ય છે. આ માનસિકતા વિરુદ્ધ ઉભા થવુ પડશે. લડવુ પડશે. 
 
મોદીએ દેશભરમાં મોકલ્યા 89 આઈએએસ ઓફિસર 
 
- નોટબંધી પછી પરિસ્થિતિ જાણવા માટે પીએમ મોદીએ 89 આઈએએસ ઓફિસરોને દેશભરમાં મોકલ્યો છે. 
- ઓફિસરોએ મંગળવારે ખુદને વહેચણી રાજ્યોમાં પહોંચીને લોકો સાથે વાતચીત શરૂ કરી દીધી. તેનુ કામ બુધવારે પણ ચાલુ રહેશે. 
- ત્યારબાદ બધા ઓફિસર નાણાકીય મંત્રાલયને રિપોર્ટ આપશે. સૌની રિપોર્ટ મેળવીને 28 નવેમ્બરના રોજ પીએમને સોંપવામાં આવશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

LoC પર મુઠભેડમાં 3 જવાન શહીદ, એક સૈનિકના શબ સાથે કરી બર્બરતા, આર્મીએ કહ્યુ - વળતો જવાબ આપીશુ