Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#નોટબંધી પર મોદીએ 10 પ્રશ્નો દ્વારા લોકો પાસેથી જાણવા માંગ્યા તેમના વિચાર, પૂછ્યુ - શુ તમને તકલીફ તો નથી ને ?

#નોટબંધી પર મોદીએ 10 પ્રશ્નો દ્વારા લોકો પાસેથી જાણવા માંગ્યા તેમના વિચાર, પૂછ્યુ - શુ તમને તકલીફ તો નથી ને ?
નવી દિલ્હી. , મંગળવાર, 22 નવેમ્બર 2016 (15:10 IST)
નરેન્દ્ર મોદીએ નોટબંધીના પોતાના નિર્ણય પર દેશના લોકો પાસે તેમના વિચાર જાણવા માંગ્યા છે.  પીએમે મંગળવારે ટ્વીટ કરીને લોકોને સર્વેમાં ભાગ લેવાનુ કહ્યુ છે. આ સર્વેનો હેતુ એ જાણવો છેકે લોકો નોટબંધી પર શુ વિચારે છે ?  તેમને શુ પરેશાની આવી રહી છે. આ ઉપરાંત વધુ શુ સારુ કરી શકાય છે.  તેમા 10 પ્રશ્નો છે જેનો જવાબ આપવાનો છે. બીજી બાજુ કોંગ્રેસ તેમના આ સર્વે પર સવાલ ઉઠાવી રહ્યુ છે.  કોંગ્રેસે કહ્યુ આને લાગૂ કરતા પહેલા પુછવુ જોઈતુ હતુ. મોદીએ ટ્વીટ કરીને આપી માહિતી... 

આ એપ ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો 
 
- નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વિટર એકાઉંટ પરથી સવારે 11.25 વાગ્યે ટ્વીટ કર્યુ અને આ સર્વેની માહિતી લોકોને આપી. 
- તેમણે લખ્યુ - કરંસી નોટને લઈને કરવામાં આવેલ નિર્ણય પર તમારા શુ વિચાર છે એ હુ જાણવા માંગુ છુ. એનએમ એપ પર સર્વેમાં ભાગ લો. 
- આ સાથે જ તેમણે પોતાના એપની લિંક પણ નાખી. આ ટ્વીટ પછી થોડીજ વારમાં 2 વાગ્યા સુધી લગભગ 5 હજારથી વધુ રિટ્વીટ થયા. બીજી બાજુ 11 હજારથી વધુ લોકોએ તેને લાઈક કર્યુ. 
 
નરેન્દ્ર મોદી એપ પર આ 10 સવાલ પૂછવામાં આવ્યા છે.. 
webdunia
1. શુ તમને લાગે છે કે ભારતમાં કાળુ નાણુ છે ? 
 
- તેના બે ઓપ્શન છે - હા અને ના... 
 
2. શુ તમને લાગે છે કે ભ્રષ્ટાચાર અને કાળાનાણા વિરુદ્ધ લડાઈ લડવી અને આ સમસ્યાન દૂર કરવાની જરૂર છે ? 
 
- તેના બે ઓપ્શન છે - હા અને ના.. 
 
3. તમે કાળા નાણાની સમસ્યાનો સામનો કરવા માટે સરકાર દ્વારા ઉઠાવેલ પગલા વિશે શુ વિચારો છો ? 
 
- આ પ્રશ્નના જવાબ માટે પાંચ વિકલ્પ આપવામાં આવ્યા છે - બેકાર છે, અપર્યાપ્ત છે, ઠીક છે, પ્રભાવી છે અને અભૂતપૂર્વ છે. 
 
4. તમે ભ્રષ્ટાચાર વિરુદ્ધ મોદી સરકાર દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલા પ્રયત્નો વિશે શુ વિચારો છો ?
 
- આ પ્રશ્નના જવાબ માટે પાંચ વિકલ્પ છે - બેકાર છે, અપર્યાપ્ત છે, ઠીક છે, પ્રભાવી છે અને અભૂતપૂર્વ છે
 
 
webdunia

5. તમે 500 અને 1000ના જૂના નોટને બંધ કરવા માટે મોદી સરકારના નિર્ણય વિશે શુ વિચારો છો ? 
 
- આ સવાલના જવાબ માટે પાંચ વિકલ્પ આપવામાં આવ્યા છે - બેકાર છે, અપર્યાપ્ત છે, ઠીક છે, પ્રભાવી છે અને અભૂતપૂર્વ છે
 
6. શુ તમને લાગે છે કે ડિમોનેટાઈઝેશન છે કાળુ નાણુ, ભ્રષ્ટાચાર અને આતંકવાદને રોકવામાં મદદ મળશે ? 
 
- આના જવાબ માટે ચાર ઓપ્શન આપવામાં આવ્યા છે. તેનો તરત પ્રભાવ પડશે. તેનો પ્રભાવ પડવામાં સમય લાગશે, ઓછો પ્રભાવ પડશે. ખબર નહી કહી નથી શકાતુ. 
webdunia
7. ડિમોનેટાઈઝેશનથી રિયલ એસ્ટેટ, ઉચ્ચ શિક્ષા અને હેલ્થ કેયર સુધી સામાન્ય માણસની પહોંચ બનશે ? 
 
- આ માટે ત્રણ ઓપ્શન છે - સંપૂર્ણ રીતે સહમત છીએ, થોડા થોડા સહમત છીએ. અને કહી નથી શકતા. 
 
8. ભ્રષ્ટાચાર, કાળુનાણુ, આતંકવાદ અને નકલી નોટો પર અંકુશ લગાવવાની લડાઈમાં થયેલ અસુવિદ્યાને તમે કેવુ અનુભવ્યુ ? 
 
- તેમા પણ ત્રણ ઓપ્શન છે - બિલકુલ ખબર જ ન પડી, થોડી ઘણી તકલીફ થઈ, પણ આ જરૂરી હતુ અને અમે અનુભવ્યુ. 
webdunia
9. શુ તમે માનો છો કે ભ્રષ્ટાચારનો વિરોધ કરતા રહેલ આંદોલનકારી અને નેતા હકીકતમાં કાળુનાણુ, ભ્રષ્ટાચાર અને આતંકવાદના સમર્થનમાં લડી રહ્યા છે. 
 
- તેના બે ઓપ્શન છે - હા અને નહી... 
 
10. શુ તમારી પાસે તમારી કોઈ સલાહ કે વિચાર છે. જે તમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે શેયર કરવા માંગો છો ? 
 
- આ માટે 5 શબ્દોની સીમા આપવામાં આવી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દ્વારકાના 42 અંતરિયાળ ગામમાં એક પણ બેંક નથી, લોકો 20 કિ.મી દૂર જાય છે.