Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મોદીનો આદેશ - દરેક BJP સાંસદ-ધારાસભ્યો પોતાના ખાતાની માહિતી આપે

મોદીનો આદેશ - દરેક BJP સાંસદ-ધારાસભ્યો પોતાના ખાતાની માહિતી આપે
નવી દિલ્હી. , મંગળવાર, 29 નવેમ્બર 2016 (14:17 IST)
કાળાનાણા પર આંદોલનને આગળ વધારતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પોતાની જ પાર્ટીના સાંસદો-ધારસભ્યો માટે એક નવો આદેશ રજુ કર્યો છે. પીએમે બીજેપી સંસદીય દળની બેઠકમાં બધા બીજેપી સાંસદો અને ધારાસભ્યોને પોતાના ખાતાની માહિતી આપવાનો આદેશ રજુ કર્યો છે. 
 
સંસદ ભવનમાં થયેલ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બીજેપીના બધા સાંસદો, ધારાસભ્યોને કહ્યુ કે તેઓ 8 નવેમ્બરથી 31 ડિસેમ્બર વચ્ચે પોતાના બેંક ખાતાની લેવડદેવડની વિગત ભાજપા અધ્યક્ષ અમિત શાહને સોંપી દે. તેમણે અમિત શાહને બધા ખાતાની વિગત જમા કરવાનુ કહ્યુ. 
 
પ્રધાનમંત્રીએ બીજેપી સંસદીય દળની બેઠકમાં કહ્યુ કે આવક સંશોધન ખરડો કાળાનાણાને સફેદ કરવા માટે નહી પણ ગરીબો પાસેથી લૂટવામાં આવેલ ધનનો ઉપયોગ તેમનું કલ્યાણ માટે કરવા માટે છે. ગઈકાલે લોકસભામાં રજુ કરવામાં આવેલ આવક સંશોધન ખરડા વિશે એ આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે આ કાળાનાણાને સફેદ કરવામાં મદદ મળશે. 
 
મોદીએ કહ્યુ કે સંશોધિત કાયદો લોક કલ્યાણ માર્ગથી ગરીબોના કલ્યાણના કાર્યક્રમ માટે છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી રહેઠાણ લોક કલ્યાણ માર્ગ પર આવેલ છે જેને અગાઉ રેસકોર્સ માર્ગ કહેવામાં આવતો હતો. 
 
મોદીનો હવાલો આપતા સંસદીય કાર્યમંત્રી અનંત કુમારે કહ્યુ કે આ ખરડો કાળાનાણા વિરુદ્ધ સરકારની જંગનો એક ભાગ છે. ગરીબ કલ્યાણ યોજનાનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યુ કે સરકાર આ યોજના હેઠળ ગરીબોને બુનિયાદી સુવિદ્યાઓની આપૂર્તિ કરવા, સ્વાસ્થ્ય સુવિદ્યાઓ, શિક્ષા પેયજળ વગેરે પુરી પાડવા માટે ધનનો ઉપયોગ કરશે.  મોદીએ કહ્યુ કે સરકાર ભારતને રોકડવિહિન(કેશલેસ) સમાજ બનાવવા માટે પ્રયત્નશીલ છે. તેમણે ડિઝિટલ, મોબાઈલ અર્થવ્યવસ્થા બનાવવાના તેમના પ્રયાસોને બધાને સમર્થન કરવાનો આગ્રહ કર્યો. 
 
સંસદીય દળની બેઠકમાં ભાજપા અધ્યક્ષ અમિત શાહે પાર્ટી સાંસદોને કહ્યુ કે તેઓ પોતપોતાના ક્ષેત્રના પંચાયતો, નગર પાલિકાઓ અને અન્ય સ્થાનીક એકમોના વેપારીઓએન કેશલેશ લેવડદેવડ અપનાવવા માટે પ્રેરિત કરે. 
 
8 નવેમ્બરથી લાગૂ થયેલ નોટબંધીના નિર્ણયને લઈને વિપક્ષ સતત સરકાર પર હુમલો કરી રહ્યુ છે. જેને લઈને સંસદ અત્યાર સુધી  સારી રીતે ચાલી શકી નથી. ગઈકાલે વિપક્ષે નોટબંધી વિરુદ્ધ જનાક્રોશ દિવસ પણ મનાવ્યો હતો. આજે પણ વિપક્ષે સંસદ શરૂ થતા પહેલા આગળની રણનીતિ નક્કી કરવા માટે સંસદ ભવનમાં બેઠક કરી. 
 
ઉલ્લેખનીય છે કે સરકાર અને બીજેપી પર વિપક્ષી દળ આરોપ લગાવી રહ્યા છે કે નોટબંધી પહેલા તેની માહિતી બીજેપીને આપવામાં આવી હતી.  થોડા દિવસ પહેલા આ આરોપ લગાવ્યો કે બીજેપીએ બિહારમાં નોટબંધીના ઠીક પહેલા મોટી રકમ આપીને જમીનો ખરીદી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અંબાજી મંદિર કેશલેસ બન્યું, વિજય રૂપાણીએ પ્રારંભ કરાવ્યો