Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મારી પર ચારેબાજુથી હુમલા થતા રહે છે.. હુ હુમલાથી વિચલિત થતો નથી - મોદી

મારી પર ચારેબાજુથી હુમલા થતા રહે છે.. હુ હુમલાથી વિચલિત થતો નથી - મોદી
વારાણસી. , શુક્રવાર, 22 જાન્યુઆરી 2016 (16:12 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં છે. અહી પીએમે મહામના એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી. અત્યાધુનિક સુવિદ્યાઓથી યુક્ત મહામના એક્સપ્રેસ વારાણસીથી લખનૌ થઈને દિલ્હી પહોંચશે. 
 
પીએમ મોદીના ભાષણના અંશ 
 
- મે ઈંટરનેટ પર તેમનુ ભાષણ સાંભળ્યુ અને દરેક કાશીવાસીને આ ગુણગાન પર ગર્વ થાય છે. 
- કેટલાક દિવસ પહેલા જાપાનના પ્રધાનમંત્રી કાશી આવ્યા હતા. જાપાનમાં તેમણે પોતાના ભાષણ, માં ગંગા, આરતીના સમયનુ વર્ણન કર્યુ છે. 
- અમારા કેટલાક દિવ્યાંગ લાભાર્થી આ સમારંભમાં આવી રહ્યા હતા. તેમની બસ પલટાઈ ગઈ. કેટલાકને વાગ્યુ છે. અમારા મંત્રી તરત જ ત્યા પહોંચ્યા છે. 
- દિવ્યાંગો માટે અમે પહેલા પણ 1800 કૈપ લગાવી ચુક્યા છે. કૈપોમાંથી વચેટીયાઓની દલાલી ખતમ થઈ ગઈ. 
- મારા પર ચારેબાજુથી હુમલા થતા રહે છે. હુ હુમલાથી વિચલિત થતો નથી. 
- મન કી બાત માં મેં ઈચ્છા પ્રકટ કરી કે કેમ નહી આપણે વિકલાંગ શબ્દ બદલીને દિવ્યાંગ શબ્દ કહીએ. 
- દરેક દિવ્યાંગ ભારત માતાની સંતાન, આપણે તેને આગળ વધારવાનુ છે. 
- મને ગરીબોની દુર્દશાથી તકલીફ થાય છે. હુ સંઘર્ષ કરનારાઓની સાથે છુ. 
- મેં અહી મંદબુદ્ધિને કોમ્પ્યુટર આપ્યુ અને તરત જ તેણે ચાલુ કરી દીધુ. તેની આ કોશિશ તેના પરિવાર માટે આશા લઈને આવી. 
-દિવ્યાંગના માતા-પિતા પોતાના સપનાને મારી નાખે છે. તેમના પ્રત્યે સમાજની પણ જવાબદારી છે. 
- દિવ્યાંગો માટે વ્યવસ્થા વિકસિત કરવી. આત્મવિશ્વાસનો ભાવ વિકસિત કરવા માટે આપણે કામ કરીશુ 
- કેન્દ્ર સરકાર દિવ્યાંગો માટે અનેક યોજનાઓ પર કામ કરી રહી છે. 
- દિવ્યાંગોની મદદ માટે સમગ્ર સમાજે એક સાથે આવવાની જરૂર છે. 
- આજે અહી જે બાળકોને ઉપકરણ આપવામાં આવી રહ્યા છે તેમના માતા-પિતાન ચેહરા પર ચમક જોઈને હુ ગદ્દગદ્દ છુ. 
- અમારી સરકાર ગરીબો, દલિત અને શોષિતને સમર્પિત. તેમની જીંદગીમાં ફેરફારને લઈને અમે પ્રયાસ કરી રહ્યા છે. 

Share this Story:

Follow Webdunia gujarati