Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ વખતની વિજયાદશમી ખૂબ ખાસ છે, મજબૂત સશસ્ત્ર દળ જરૂરી - નરેન્દ્ર મોદી

આ વખતની વિજયાદશમી ખૂબ ખાસ છે, મજબૂત સશસ્ત્ર દળ જરૂરી - નરેન્દ્ર મોદી
નવી દિલ્હી. , સોમવાર, 10 ઑક્ટોબર 2016 (12:10 IST)
ભારતીય સેનાની સર્જીકલ સ્ટ્રાઈક તરફ ઈશારો કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીઓકેમાં કહ્યુ કે આ વર્ષની વિજયાદશમી ખૂબ ખાસ છે. પ્રધાનમંત્રીએ કહ્યુ કે કોઈ મજબૂત દેશ માટે ખૂબ સક્ષમ સશસ્ત્ર બળ ખૂબ જરૂરી છે. રવિવારે વિજ્ઞાન ભવનમાં આયોજીત એક સમારંભમાં શ્રોતાઓએ તાળીઓની ગડગડાહટ વચ્ચે મોદીએ કહ્યુ કે આવનારા દિવસોમાં આપણે વિજયાદશમી ઉજવીશુ. આ વર્ષની વિજયાદશમી દેશ માટે ખૂબ ખાસ છે. પ્રધાનમંત્રીના આ નિવેદનને પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાં ભારતીય સેનાની સર્જિકલ સ્ટ્રાઈક સાથે જોડીને જોવાય રહ્યુ છે.  તેમણે બુરાઈ પર અચ્છાઈની જીતનુ પ્રતીક વિજયાદશમીની શુભેચ્છા આપી. 
 
પડોશી આપણા અભ્યાસથી ચિંતિત ન થાય 
 
પરોક્ષ રૂપે પાકિસ્તાનનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યુ કે મજબૂત હોવાનો મતલબ કોઈના વિરુદ્ધ બનવુ નથી હોતુ. જો આપણે આપણી મજબૂતી માટે અભ્યાસ કરીએ તો પડોશી દેશે આ માટે ચિંતા કરવાની જરૂર નથી કે આ તેમના પર નિશાન તાકવા માટેનો અભ્યાસ છે. હુ ખુદને મજબૂત કરવા અને મારા આરોગ્ય માટે વ્યાયામ કરુ છુ. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હેડફોન લગાવીને ગીત સાંભળવા પડ્યા ભારે, યુવકનુ મોત