Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પીએમ મોદીએ માતાને વ્હીલચેયર પર બેસાડીને પોતાનુ દિલ્હીનું ઘર બતાવ્યુ

પીએમ મોદીએ માતાને વ્હીલચેયર પર બેસાડીને પોતાનુ દિલ્હીનું ઘર બતાવ્યુ
નવી દિલ્હી. , સોમવાર, 16 મે 2016 (11:15 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે ટ્વિટર પર પોતાની માતા સાથે વિતાવેલ કેટલીક ક્ષણોને શેયર કરી. ફોટોમાં વ્હીલહેયર પર બેસીલી પોતાની માતા સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેખાય રહ્યા છે. તેમણે ગ્રે કલરની ટી શર્ટ પહેરેલ છે. ફોટોમાં એવુ લાગે છે કે જેવુ કે પીએમ પોતાની માતા સાથે ફૂલો વિશે વાત કરતા દેખાય રહ્યા છે. 
webdunia
બે ફોટોમાં પીએમની માતા વ્હીલચેયર પર છે. પ્રધાનમંત્રીની માતા હીરા બેન મોદી પહેલીવાર 7 આરસીઆર પહોંચી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાંજે 6.37 મિનિટ પર ટ્વીટ કર્યુ અને લખ્યુ કે મારી મા ગુજરાત પરત ફરી છે. મે ખૂબ સમય પછી પહેલીવાર 7 રેસ કોર્સ આવેલ મા સાથે સારો સમય વિતાવ્યો. એક તસ્વીરમાં પ્રધાનમંત્રી માને કશુ પીવા માટે આપી રહ્યા છે. મોદી જ્યારે 17 વર્ષના હતા ત્યારે તેમણે પોતાનુ ઘર છોડી દીધુ હતુ. પ્રધાનમંત્રી મા હીરા બેન નાના પુત્ર સાથે અમદાવાદમાં રહે છે. 
webdunia
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની માતા સાથે જે ફોટો શેયર કર્યો છે તેમા પીએમ મોદી એક આજ્ઞાકારી પુત્રની જેમ માતા સાથે વાત કરી રહ્યા છે.  પોતાના કિમતી સમયમાં આ યાદગાર ક્ષણો માટે સમય કાઢવાનું કામ મોદીજીએ ખૂબ સમજદારીથી કર્યુ છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પોરબંદરનાં દરિયાકાંઠે રેતીચોરીથી કાચબાઓની પ્રજાતી પર જોખમ