Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

JNUના વિદ્યાર્થીઓએ એકવાર ફરી મર્યાદાને હેઠે મુકી, રાવણના સ્થાન પર PMનુ પુતળુ સળગાવ્યુ

JNUના વિદ્યાર્થીઓએ એકવાર ફરી મર્યાદાને હેઠે મુકી, રાવણના સ્થાન પર PMનુ પુતળુ સળગાવ્યુ
નવી દિલ્હી. , ગુરુવાર, 13 ઑક્ટોબર 2016 (11:10 IST)
જેએનયૂ એકવાર ફરી વિવાદોમાં છે. જેએનયૂમાં પાકિસ્તાન જિંદાબાદના નારા પછી હવે ત્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક મોટા ભાજપા નેતાઓનુ દશેરાના દિવસે પુતળુ દહન કરવામાં આવ્યુ. મામલો જ્યા પીએમઓ સહિત ગૃહ મંત્રાલયે ગંભીરતાથી લીધો છે તો બીજી બાજુ આઈબીના એક ઈનપુટ પર ગૃહ મંત્રાલયે દિલ્હી પોલીસ સાથે સંબંધિત મામલાની રિપોર્ટ માંગી છે. સૂત્રો મુજબ દિલ્હીમાં રહેલ જેએનયૂ વર્તમાન દિવસોમાં અસામાજીક તત્વોનો ગઢ બની ગયો છે. સાથે જ અહી કેટલાક કટ્ટરપંથી દેશવિરોધી વિચારધારાને ચલાવી રહ્યા છે. આઈબીના મુજબ આવી વિચારધારાના યુવકોને આઈએસ સહિત અનેક પ્રતિબંધિત સંગઠન ગેરમાર્ગે દોરી શકે છે. જેના કારણે ખૂબ મોટુ નુકશાન પણ થઈ શકે છે. 
 
મામલામાં ગૃહ મંત્રાલયે દિલ્હી પોલીસ પ્રમુખ સહિત એચઆરડી પાસે મામલાની પૂર્ણ રિપોર્ટ માંગી છે.  આ મામલામાં વસંત કુંજ પોલીસ મથકના અજ્ઞાત વિદ્યાર્થીઓ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. જેના પર પોલીસે કેસ નોંધી લીધો છે. બીજી બાજુ આ પુતળુ દહન પછી એબીવીપી પોતાનો વિરોધ બતાવ્યો.  માહિતી મુજબ ગયા મંગળવારે જેએનયૂ કૈપસમાં એનએસયૂઆઈના બેનર હેઠળ રાવણનુ પુતળુ સળગાવવામાં આવ્યુ પણ આ પુતળુ રાવણનુ નહી પણ દેશના પ્રધાનમંત્રીનુ હતુ. 
 
આ પુતળામાં 10 માથા હતા જેમા પીએમ સાથે અન્ય નવ માથાના સ્થાન પર યોગ ગુરૂ બાબા રામદેવ, ભાજપા અધ્યક્ષ અમિત શાહ, નાથૂરામ ગોડસે, રામદેવ મહંત આધિત્યનાથ, આસારામ અને સાધ્વી પ્રાચી વગેરેના ચેહરા લગાવવામાં આવ્યા હતા. સાથે જ વિદ્યાર્થીઓએ સ્લોગનમાં લખ્યુ હતુ, બુરાઈ પર સત્યની જીત થઈને રહેશે.  આ અવસર પર મોદી અને અન્ય ચેહરા વિરુદ્ધ નારેબાજી પણ કરવામાં આવી. આ પુતળુ કોંગ્રેસની વિદ્યાર્થી પરિષદ એનએસયૂઆઈએ જેએનયૂ ગ્રાઉંડમાં સરસ્વતી ઢાબા પાસે પીએમ અને અન્ય નેતાઓનુ પુતળુ સળગાવ્યુ. આ દરમિયાન ત્યા સેંકડો વિદ્યાર્થી હાજર હતા. 
 
એનએસયૂઆઈએ આ અવસર પર કહ્યુ કે વીસી દ્વારા જેએનયૂમાં મુસ્લિમ વિદ્યાર્થીઓને નિશાન બનાવવામાં આવી રહ્યુ છે. અમે વિરોધ માટે વિજયાદશમીનો દિવસ પસંદ કર્યો. કારણ કે આ દિવએ બાબા સાહેબ આંબેડકરે નાગપુરમાં બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. એનએસયૂઆઈ તરફથી કહેવામાં આવ્યુ કે અમે નારેબાજી, અસત્ય અને દગાના રાવણનુ પુતળુ સળગાવ્યુ છે.  આ ઘટનાથી જ્યા પીએમઓ નારાજ છે તો બીજી બાજુ આઈબીએ બીજીવાર જેએનયૂમાં દેશ વિરોધી ગતિવિધિઓ પર ચિંતા બતાવી છે. પીએમઓએ મામલામાં ગૃહ મંત્રાલય અને એચઆરડી પાસે સ્પષ્ટીકરણ માંગ્યુ છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

તહેવારના દિવસે ઈન્દોરમાં બોમ્બ... પોલીસે બતાવી તત્પરતા