Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

500 અને હજાર રૂપિયાના નોટ જમા કરવાની પ્રક્રિયાથી થઈ રહ્યા છો પરેશાન તો અપનાવો આ ટિપ્સ...

500 અને હજાર રૂપિયાના નોટ  જમા કરવાની પ્રક્રિયાથી થઈ રહ્યા છો પરેશાન તો અપનાવો આ ટિપ્સ...
, શનિવાર, 12 નવેમ્બર 2016 (11:01 IST)
500 અને હજાર રૂપિયાના નોટ પર રોકના નિર્ણયથી દેશભરમાં અફરાતફરી મચી છે. એટીએમ અને બેંકોમાં લોકોની ભીડ બતાવી રહી છે કે લોકો બસ પરેશન જ થઈ રહ્યા છે .  બેંક અને એટીએમ જવુ બેકાર સાબિત થઈ રહ્યુ છે. ચાલો અમે તમને બેંકો અને રાજધાનીની જીપીઓ સહિત પોસ્ટઓફિસમાં નોટ બદલવા કે પૈસા જમા કરવાની પ્રક્રિયાથી બચવા માટે કેટલાક સહેલા ઉપાય બતાવીએ છીએ. તેને અજમાવીને લોકો પરેશાનીઓથી બચી શકે છે. 
 
ટિપ્સ 
 
- #નોટ બદલવા માટે બેંકો સાથે સાથે જીપીઓ અને પોસ્ટઓફિસમાં પણ જઈને નોટ એક્સચેંજ કરાવી શકો છો. 
- નોટ બદલવાનુ ફોર્મ હિન્દી અને અંગ્રેજી બંનેમાં મળી રહેશે. તમારી પસંદનુ ફોર્મ ભરીને બદલી શકો છો. 
- કેટલીક બેંકોમાં એક્સચેંજ ફોર્મ ચેક કરવા માટે કર્મચારી છે. જેમને ફોર્મ બતાવીને તમે નિશ્ચિત થઈ જશો. લિમિટનુ ધ્યાન રાખતા નોટ એક્સચેંજ કરો અને ફોર્મમાં તેટલી જ નોટ માટે લખો. નહિ તો વધુ પૈસા એક્સચેંજ કરવા જશો તો ફોર્મ સ્વીકારાય નહી અને તમે લાઈનમાં ઉભા રહીને જે સમય વેડફ્યો એ બેકાર જશે. 
- રિઝર્વ બેંકની ગાઈડલાઈન મુજબ જરૂરી ઓળખ પત્રની ફોટો કોપી અને એ જ ઓળખ પત્રનુ અસલ પ્રમાણ સાથે રાખો. 
- બેંક કે પોસ્ટઓફિસમાં ઓળખ પત્રની ફોટોકોપી પર હસ્તાક્ષર કરવાનુ ભૂલશો નહી. દુકાનોમાં એટીએમ કે ડેબિટ કાર્ડ દ્વારા સ્વાઈપ સિસ્ટમથી ખરીદારી કરી પરેશાનીથી બચી શકો છો. 
- ચાર હજારથી વધુ 500 અને હજારની નોટ છે તો તેને એક્સચેંજ કરાવવાના ઝંઝટમાં પડવાને બદલે તેને તમારા ખાતામાં જમા કરાવી દો. પછી ચેક દ્વારા ઉપાડી લો. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દેશના યૂપી, દિલ્હી અને અમદાવાદમાં મીઠાની તંગી સર્જાવવાની અફવાના પગલે અફડાતફડી