રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં થયેલ નિર્ભયા ગેંગરેપના દોષી વિનય શર્માને તિહાડ જેલમાં આત્મહત્યાની કોશિશ કરી છે. તેમને પહેલા એકબાજુ થોડી દવાઓ ખાઈ લીધી. પછી ટોવેલને ગળામાં બાંધીને મરવાની કોશિશ કરી. વિનય તિહાડના જેલ નંબર 8માં બંધ હતો. તેને ગંભીર હાલતમાં દીન દયાલ હોસ્પિટલમાં દાખલ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે 16 ડિસેમ્બરના રોજ દેશને આંચકો આપનારી ગેંગરેપની આ ઘટનાના મુખ્ય આરોપી રામ સિંહે પણ તિહાડમાં જ આત્મહત્યા કરી લીધી હતી. રામ સિંહની લાશ 11 માર્ચ 2013ના રોજ તિહાડ જેલમાં ફંદા પર લટકેલો મળ્યો હતો. સિંહની આત્મહત્યા પછી જેલ પ્રબંધકને નિશાન પર લાવી દીધો છે.
રામ સિંહે જેલ નંબર-3માં લગાવી હતી ફાંસી
ઉલ્લેખનીય છે કે રામ સિંહે કોર્ટમા રજૂઆતથી ઠીક પહેલા સવારે 5 વાગ્યે તિહાડ જેલમાં ખુદકુશી કરી પોતાનો જીવો આપ્યો હતો. તે જેલ નંબર-3 માં બંધ હતો. તેને જેલમાં લાગેલી ગ્રિલમાં પોતાની શર્ટ અને શેતરંજીનો ફંદો લગાવીને જીવ આપ્યો હતો.
આ દરમિયાન નિર્ભયાની મા આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યુ કે દોષીઓને તેમના કર્મોની સજા મળી રહી છે.