Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નવી નોટોમાં ચિપ શુ ખરેખર એક અફવા છે ?

નવી નોટોમાં ચિપ શુ ખરેખર એક અફવા છે  ?
, શુક્રવાર, 11 નવેમ્બર 2016 (17:34 IST)
ભારતના કેન્દ્રીય બેંક રિઝર્વ બેંક ઓફ ઈંડિયાએ જણાવ્યુ કે 500 રૂપિયા અને 2000 રૂપિયાના નવા રજુ કરાયેલા નોટ કેવા હશે. 
 
500 અને 2000ના નવા નોટ 
 
જો કે સોશિયલ મીડિયા પર અનેક લોકો લખી રહ્યા છેકે આ નોટમાં ખાસ પ્રકારની ચિપ હશે અને આ મામલામાં આરબીઆઈએ સ્પષ્ટ કર્યુ છે કે એવી કોઈ ટેકનોલોજી નથી. જો કે તેની મજાક પણ ઉડાવવામાં આવી રહી છે. 
 
આવો અમે તમને બતાવીએ કેવી હશે નવી નોટ 
 
મહાત્મા ગાંધીની નવી શ્રેણી હેઠળ રજુ કરવામાં આવેલ 500 રૂપિયાના નવા નોટ જૂના પરત લેવામાં આવતા નોટ કરતા જુદા છે. 
webdunia
તેનો રંગ, સાઈઝ, થીમ, સુરક્ષા ખૂબીયો, ડિઝાઈને જૂની શ્રેણીના નોટથી જુદા હશે. નવા નોટની સાઈઝ 66 મિલીમીટર ગણો 150 મિલીમીટર મુકવામાં આવ્યા છે. 
 
નોટ સ્લેટી રંગની હશે અને નોટની પાછળના ભાગ પર ખાસ રીતે લાલ કિલ્લાની તસ્વીર રહેશે. 
 
જો કે સરકાર 2000 રૂપિયાના નોટ પહેલીવાર રજુ કરી રહી છે. તેને પણ મહાત્મા ગાંધી શ્રેણીના હેઠળ મુકવામાં આવ્યા છે. 
 
2000 રૂપિયાના નોટની પાછળના ભાગમાં મંગલયાનની છવિ રહેશે. 2000 રૂપિયાના નોટ ડાર્ક ગુલાબી રંગના હશે. તેની શ્રેણી 66 મિલીમીટર ગણુ 166 મિલીમીટર હશે. 
 
2000 રૂપિયાના નોટની કેટલીક ખાસ વાતો.. 
 
 નોટ પર ગુપ્ત રીતે 2000 છપાયેલ હશે. 
દેવનાગરી લિપિમાં 2000 લખેલુ હશે 
નોટના કેન્દ્રમાં મહાત્મા ગાંધીની તસ્વીર 
નોટની ડાબી બાજુ સૂક્ષ્મ અક્ષરોમાં RBI અને 2000 લખ્યુ હશે 
ઝીણો સુરક્ષા દોરો જેના પર ભારત, RBI અને 2000 છપાયેલુ રહેશે.  ત્રાંસુ કરીને જોવા પર રંગ ગ્રીનથી વાદળી હશે. 
ડાબી બાજુ ગવર્નરના હસ્તાક્ષર તેમનુ વચન અને રિઝર્વ બેંક ઓફ ઈંડિયાનુ પ્રતીક 
નંબર પેનલ પર નોટના નંબર નાનાથી મોટા થતા આકારમાં છપાયેલા અહ્શે. આ ડાબી બાજુ ઉપરના ભાગમાં અને જમણી બાજુ નીચેના ભાગમાં છપાયેલુ હશે. 
નોટની જમણી બાજુ અશોક સ્તંભનુ પ્રતીક 
 
નોટની પાછળ તરફ 
 
નોટના મુદ્રણનુ વર્ષ 
સ્વચ્છ ભારતના લોકો આ નારા સાથે. 
જુદી જુદી ભાષાઓમાં બે હજાર રૂપિયા 
મંગલયાનની ફોટો 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

2000 રૂપિયાનો નોટ મળતા જ કરી નાખ્યા 2 ટુકડા , આ હતું કારણ