Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

નેપાળ ભૂકંપ અપડેટ - ભૂકંપથી 3726ના મોત, તેલુગુ એક્ટર કે. વિજયનુ પણ મોત

નેપાળ ભૂકંપ અપડેટ - ભૂકંપથી 3726ના મોત, તેલુગુ એક્ટર કે. વિજયનુ પણ મોત
, સોમવાર, 27 એપ્રિલ 2015 (16:22 IST)
બે દિવસમાં આવેલા 66 ભૂકંપના ઝટકાથી તબાહ થઈ ચુકેલા નેપાળમાં મોતનો આંકડો 3726 પહોંચી ગયો છે. સોમવારે સવારે લોકલ મીડિયાની રિપોર્ટ મુજબ દેશના દુર્ગમ પર્વતીય વિસ્તારોમાં હજુ પણ 6 હજારથી વધુ લોકો ફસાયેલા છે. રવિવારની રાત્રે કાઠમાંડૂ સહિત નેપાળના અનેક ભાગમાં વરસાદને કારણે બચાવ અને રાહત કાર્ય પ્રભાવિત થયુ છે. આ દરમિયાન માહિતી મળી છેકે કાઠમાંડૂ એયરપોર્ટ પર ગીર્દીને કારણે નવી દિલ્હીથી આવેલા બે વિમાન ઉતરી શક્યા નથી. રસ્ક્યૂ સાથે પહોંચેલા બે વિમાન સુપર હરક્યુલિસ વિમાન ઉતરી શક્યા નહી અને થોડીવાર આકાશમાં ચક્કર લગાવ્યા પછી દિલ્હી પરત આવ્યા. 
 
તેલુગુ ફિલ્મોના એક્ટર કે. વિજયની ભૂકંપના ચપેટમાં આવવાથી મોત થઈ ગયુ છે. જે સમયે ભૂકંપ આવ્યો ત્યારે 25 વર્ષના વિજય એક ફિલ્મના શૂટિંગ માટે નેપાળમાં હતા.  શનિવારે તેમની કાર પલટાઈ ગઈ હતી જેનાથી તેમનુ મોત થઈ ગયુ  


PM: #OperationMaitriના ઈંચાર્જે જનરલ સંધૂએ કહ્યુ - નેપાળમાં @PMOIndiaના હેઠળ ચાલી રહેલ રેસક્યૂ ઓપરેશન ચીન અને અન્ય દેશોના ઓપરેશનોથી દસ ગણુ વધુ મોટુ.
 
સંસદીય કાર્યમંત્રી વૈકેયા નાયડુએ નેપાળ અને ભારતમાં ભૂકંપને કારણે પ્રભાવિત વિસ્તારોમાં રાહત કાર્યો માટે બધા સાંસદોની સામે એક મહિનાની સેલેઋઈ ડોનેટ કરવાનો પ્રસ્તાવ મુક્યો છે.  તેમણે કહ્યુ કે પ્રસ્તાવ પર બધી પાર્ટીઓ એકમત છે. 
 
સંસદમાં હોમ મિનિસ્ટર રાજનાથ સિંહે આપ્યુ નિવેદન. પીએમની તત્પરતાના વખાણ કર્યા. બોલ્યા- મારા પહેલા બચાવ કાર્યમાં લાગી ગયા હતા પીએમ. 
webdunia
રાજનાથે વિદેશીઓને મફત વીઝા આપવાની જાહેરાત કરી. તેમણે કહ્યુ, ભારત-નેપાળ સીમા પર રાહ્ત શિબિર લગાવાય છે. તેમા એસએસબીના જવાન સહયોગ કરી રહ્યા છે. 
 
રાજનાથે કહ્યુ મરનારાઓના પરિજનોને 2 લાખ અને જેમના મકાનોને નુકશાન થયુ તેમણે પણ વળતર આપવામાં આવશે. નેપાળના લોકોને બસ અને વિમાનો દ્વારા બહાર કાઢવામાં આવી રહ્યા છે. 
 
નેપાળે બચાવ કાર્ય માટે સંપૂર્ણ આર્મીને ઉતારી. નેપાળી આર્મીના પ્રવક્તા જગદીશ પોખરેલે કહ્યુ, લગભગ 100000 સૈનિકોને બચાવ કાર્યમાં ઉતારી દીધા છે. સેના સાથે જોડાયેલ 90 ટકા લોક રાહત અને બચાવ કાર્યમાં લાગ્યા છે. 
 
બિહારમાં ભૂકંપની હાલતની માહિતી લેવા આવેલા કેન્દ્રીય મંત્રી રાજીવ પ્રતાપ રૂડીએ કહ્યુ - સ્થિતિ કંટ્રોલમાં નેપાળની સ્થિતિને લઈને ચિંતા વધુ. 
webdunia
નેશનલ ક્રાઈસિસ મેનેજમેંટ કમિટીની બેઠક પહેલા હોમ મિનિસ્ટર રાજનાશ સિંહનુ નિવેદન ભૂકંપ પ્રભાવિત બધા રાજ્યોના સીએમ સાથે પ્રધાનમંત્રીએ કરી વાત. નેપાળને પણ પુર્ણ સમર્થન મળશે. બચાવ રાહત કાર્યમાં મદદ કરતી રહેશે ભારત સરકાર. 
 
બે દિવસથી સતત આવી રહેલ ભૂકંપના ઝટકાને જોતા બિહારના દરભંગામાં ડીએમે બે દિવસ સુધી જીલ્લાના બધા સિનેમા હોલ બંધ મુકવાનો આદેશ આપ્યો. 
 
ભૂકંપમાં 3218 લોકો માર્યા જવાની પુષ્ટિ. નેપાળ સરકારની આશંકા 10 હજાર પાર જઈ શકે છે મોતનો આંકડો. સરકારે કહ્યુ ગ્રામીણ વિસ્તાર સુધી પહોંચવાનો પ્રયત્ન. 6000થી વધુ લોકો ઘાયલ. 
 
નેપાળ સરકાર તરફથી વિશ્વને અપીલ - રક્તદાન કરો જેથી ઘાયલોની સારવારમાં બ્લડની કમી ન રહે

Share this Story:

Follow Webdunia gujarati