Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મુંબઈમાં જોવા મળ્યા હથિયારથી સજ્જ 4-5 શંકાસ્પદ વ્યક્તિ, હાઈ એલર્ટ જાહેર

મુંબઈમાં જોવા મળ્યા હથિયારથી સજ્જ 4-5 શંકાસ્પદ વ્યક્તિ, હાઈ એલર્ટ જાહેર
મુંબઈ. , ગુરુવાર, 22 સપ્ટેમ્બર 2016 (16:17 IST)
મુંબઈમાં ગુરૂવારે બપોરે 4-5 શંકાસ્પદ વ્યક્તિઓને જોયા હોવાના સમાચાર છે. માહિતી મુજબ મુંબઈમાં ઉરણમાં નૌસેના બેસ પાસે શાળાના બાળકોએ કાળા કપડા પહેરેલ હથિયારો સાથે કેટલક શંકાસ્પદ વ્યક્તિઓ જોયા હોવાની વાત કરી છે. જ્યારપછી હાઈ એલર્ટ રજુ કરવામાં આવ્યુ છે. 
 
હેલિકોપ્ટર દ્વારા નજર 
 
સમાચાર મળતા જ પોલીસ અને ATS તપાસમાં લાગી ગઈ છે. આ ઉપરાંત નેવી, એંટી ટેરર સ્કવોડ અને અન્ય સુરક્ષા એજંસીઓ પણ એલર્ટ પર છે. રિપોટ્સના મુજબ સીનિયર અધિકારી પણ પહોંચી ગયા છે. હેલિકોપ્ટર દ્વારા પણ વિસ્તાર પર નજર રાખવામાં આવી રહી છે.  જો કે આઈબીનુ કહેવુ છે કે તેમને હજુ સુધી કશુ પણ શંકાસ્પદ જોવા મળ્યુ નથી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હવે ડિસેમ્બરથી PF ના પૈસા ઓનલાઈન કાઢી શકશો, કંપનીમાં ધક્કા નહી ખાવા પડે...