સપા સુપ્રીમો મુલાયમ સિંહ યાદવે આજે સાર્વજનિક રીતે મુસ્લિમ કાર્ડ રમ્યુ. પ્રસંગ હતો મુલાયમ સંદેશ યાત્રા જેને અખિલેશ યાદવે લીલી ઝંડી બતાવીને રવાના કર્યા. આ પ્રસંગ પર મુલાયમે મન મુકીને મુસલમાનોની વકાલત કરી. તેમણે કહ્યુ કે મુસલમાન ક્યારેય અમારા વિરુદ્ધ જઈ શકતા નથી. બીજી પાર્ટીના મુસ્લિમ લીડર પણ તેમના વિરુદ્ધ નથી બોલતા. અમે મુસલમાનોને નોકરી આપી છે. જ્યારે બીજેપીએ મસ્જિદ તોડી તો મુસલમાનોએ અમારી સરકાર બનાવી દીધી.
તેમણે પાર્ટી નેતાઓને મુસલમાનો અને મહિલાઓને સપા સાથે વધુ સંખ્યામાં જોડવાનુ આહ્વાન કર્યુ. કહ્યુ કે મુસલમાન સૌથી વધુ પછાત છે. તેથી અખિલેશ સરકારે તેમને નોકરીઓ આપી. હવે દરેક પોલીસ મથકમાં 2થી 4 મુસ્લિમ સિપાહી છે. કોઈ જીલ્લામાં નથી તો સરકારને લેટર લખો. મુલાયમે કહ્યુ કે આજે વિશ્વમાં ચિકનના કપડા ખૂબ જાણીતા છે જેને લખનૌના મુસલમાનોએ બનાવ્યા. સપાની સરકાર ફરી બની તો તેમને કંઈકને કંઈક રોજગાર જરૂર મળશે. તેમણે કાર્યકર્તાઓને પાર્ટીનુ ઘોષણાપત્ર વાંચવાની સલાહ આપી. તેમણે દાવો કર્યો કે મુલાયમ સંદેશ યાત્રા કાઢ્યા પછી બધી યાત્રાઓ પાછળ રહી જશે. હાલ સૂબામાં રાહુલ ગાંધીની કિસાન યાત્રા નીકળી છે. આવતા મહિનાથી ભાજપા પણ યાત્રા કાઢશે.
મુલાયમે કહ્યુ કે અગાઉની ચૂંટણીના ઘોષણાપત્રમાં જે વચનો આપ્યો હતા તે બે વર્ષ પહેલા જ પુરા થઈ ગયા. ત્યારબાદ સારા કાઅમ કર્યા. તેમણે યાત્રામાં સામેલ કાર્યકર્તાઓને લોકોને સરકારના કામકાજથી માહિતગાર બનાવવા માટે કહ્યુ. તેઓ ભાજપાને નિશાન બનાવવાનુ પણ ચૂક્યા નહી. તેમણે કહ્યુ કે અચ્છે દિનવાળા ફક્ત વાતો કરે છે. વિકાસ તો ફક્ત અમે જ કર્યો છે. પીએમના વિસ્તારમાં અમે જ મેટ્રો બનાવીશુ.