Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'AAP' કા ક્યા હોગા ? કેજરીવાલ સહિત 21 ધારાસભ્યો પર ચાર્જશીટની તૈયારીમાં દિલ્હી પોલીસ

'AAP' કા ક્યા હોગા ? કેજરીવાલ સહિત 21 ધારાસભ્યો પર ચાર્જશીટની તૈયારીમાં દિલ્હી પોલીસ
નવી દિલ્હી. , બુધવાર, 17 જૂન 2015 (16:20 IST)
સત્તારૂઢ આમ આદમી પાર્ટી અને દિલ્હી પોલીસ વચ્ચે રજુ ખેંચતાણ વચ્ચે સૂત્રોના હવાલા દ્વારા સમાચાર છે કે દિલ્હી પોલીસ ટૂંક સમયમાં જ 'આપ' ના 21 ધારાસભ્યો વિરુદ્ધ નોંધાયેલ 24 ક્રિમિનલ કેસમાં ચાર્જશીટ ફાઈલ કરવા જઈ રહી છે. પાર્ટીના જે 21 ધારાસભ્યો વિરુદ્ધ મામલો નોંધાયો છે. તેમા ખુદ પાર્ટી મુખિયા અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, ડિપ્ટી સીએમ મનીષ સિસોદિયા અને મંત્રી સતેન્દ્ર જૈનનો પણ સમાવેશ છે. 
 
આ છે ધારાસભ્ય 
 
અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, સતેન્દ્ર જૈન, જરનૈલ સિંહ, અખિલેશ ત્રિપાઠી, ગુલાબ સિંહ, રઘુવીર શૌકીન, સંજીવ ઝા, રાકેશ ગુપ્તા, રાખી બિડલન,  રિતુરાજ, વેદ પ્રકાશ, મનોજ કુમાર, રામનિવાસ ગોયલ, સહીરામ પહેલવાન, પ્રકાશ જરવાલ, અમાનતુલ્લા ખાન, સોમનાથ ભારતી, જીતેન્દ્ર તોમર, નરેશ બાલ્યાન અને સોમદત્ત.   આ ઉપરાંત કરોલ બાગના ધારાસભ્ય વિશેષ રવિના મામલે શરૂઆતની તપાસ ચાલુ છે. 
 
વિધાયકો પર છે દગાબાજી,  ચોરી, મારપીટ જેવા આરોપ 
 
આ ધારાસભ્યો પર દગાબાજી, ચોરી, મારપીટ, સશસ્ત્ર દળને ભડકાવવાનો પ્રયત્ન, ગેરકાયદેસર રીતે બંધક બનાવવા અને જીવથી મારવાની ધમકી આપવી,  બળજબરીથી ઘરમાં ઘુસવુ, એક્સાઈઝ એક્ટ, સરકારી નોકર પર હુમલો કરવો, સાર્વજનિક નુકશાન ઉભુ કરનારુ નિવેદન આપવુ, સ્ત્રીને બેઆબરૂ કરવાને ઈરાદે હુમલો કરવો જેવા ગંભીર અપરાધો હેઠળ કેસ નોંધાયેલ છે.  
જેમા મોટાભાગના મામલામાં દોષ સિદ્ધ થતા પર સાત વર્ષથી ઓછી સજાની જોગવાઈ છે. પણ કેટલાક મામલે દસ વર્ષથી લઈને આજીવન કારાવાસ સુધીની સજાની જોગવાઈ છે. 
 
દરેક કેસમાં જલ્દી ચાર્જસીટ કરવાની કોશિશ હોય છે - બસ્સી 
 
દિલ્હી પોલીસ કમિશ્નર બીએસ બસ્સીએ આ બાબતે કહ્યુ કે મને એવી કોઈ માહિતી નથી. અમારી કોશિશ કેસોમાં જલ્દીથી જલ્દી ચાર્જસીટ નોંધવાની કે તેમના કૈસિલેશન રિપોર્ટ દાખલ કરવામાં હોય છે. 
 
કેજરીવાલે પર થઈ ચુકી છ ચાર્જશીટ ફાઈલ 
 
આમ તો દિલ્હી પોલીસ સીએમ કેજરીવાલ વિરુદ્ધ છ ચાર્જસીટ કોર્ટમાં દાખલ કરી ચુક્યા છે. હાલ બે મામલામાં તેની તપાસ ચાલુ છે અને સીએમ પર એક ક્રિમિનલ કેસમાં આગામી ચાર ઓગસ્ટના રોજ ચાર્જ ફ્રેમ થવાની સુનાવણી પણ થવાની છે. આ કેસમાં આરોપ નક્કી થતા કેજરીવાલની મુસીબતો વધી શકે છે. 
 
સૂત્રોનું માનીએ તો જ્યારે દિલ્હી પોલીસે આમ આદમી પાર્ટીના ધારાસભ્યો પર આરોપોનો રેકોર્ડ શોધ્યો તો જાણ થઈ કે અનેક ધારાસભ્યો વિરુદ્ધ ગંભીર મામલા નોંધાયા છે અને તેમા સંગીન અપરાધોની લાબી લિસ્ટ પણ છે.  

Share this Story:

Follow Webdunia gujarati