Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'ભારત માતા કી જય' ન બોલવા પર ઓવેસીને શરમ આવવી જોઈએ

'ભારત માતા કી જય' ન બોલવા પર ઓવેસીને શરમ આવવી જોઈએ
નવી દિલ્હી. , મંગળવાર, 15 માર્ચ 2016 (11:46 IST)
ભારત માતા ની જય નો નારો ન લગાવવાને લઈને એમઆઈએમ નેતા અસરુદ્દીન ઓવૈસીના નિવેદન પર કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડૂએ  નિશાન સાધ્યુ છે. નાયડૂએ કહ્યુ કે ઓવૈસીને આવા નિવેદન પર શરમ આવવી જોઈએ. નાયડૂએ કહ્યુ કે ભારત આપણી માતૃભૂમિ છે અને બધાએ તેની પૂજા કરવી જોઈએ. તેમણે કહ્યુ કે ભારતના દરેક નાગરિકનું કર્તવ્ય છે કે તે માતૃભૂમિની પૂજા કરે. બીજી  બાજુ ઓવેસીના નિવેદન પર શિવસેનાએ જોરદાર હુમલો કર્યો છે. તેમનુ કહેવુ છે કે તેમને પાકિસ્તાન જતા રહેવુ જોઈએ. 
 
ઉલ્લેખનીય છે કે પોતાના નિવેદનને લઈને મોટાભાગે ચર્ચામાં રહેનારા ઓવૈસીએ ફરી એક વિવાદિત નિવેદન આપ્યુ છે. ઓવૈસીએ કહ્યુ કે તે સંઘના નેતાઓના કહેવા પર ભારત માતાની જયના નારા નહી લગાવે. ઓવૈસીએ મહારાષ્ટ્રના લાતૂર જીલ્લાના ઉડગીરમાં આયોજીત એક સભામાં આ નિવેદન આપ્યુ છે. 
 
આ દરમિયાન ઔવેસીએ સ્પષ્ટ એલાન કર્યુ કે તે ભારત માતાની જય નહી બોલે. ઓવૈસીએ કહ્યુ કે હુ ભારતમાં રહીશ પણ ભારત માતાની જય નહી બોલુ. કારણ કે આ આપણા સંવિધાનમાં ક્યાય લખ્યુ નથી કે ભારત માતાની જય બોલવી જરૂરી છે.   તમે ચાહો તો મારા ગળા પર ચાકુ મુકી દો પણ હુ ભારત માતાની જય નહી બોલુ. 

Share this Story:

Follow Webdunia gujarati