Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જાણો કેમ અમ્મા માટે મરવા પણ તૈયાર છે તમિલનાડુના લોકો, અમ્મા બ્રાંડે બનાવ્યા અમ્માને ફેમસ ?

જાણો કેમ અમ્મા માટે મરવા પણ તૈયાર છે તમિલનાડુના લોકો, અમ્મા બ્રાંડે બનાવ્યા અમ્માને ફેમસ ?
, સોમવાર, 5 ડિસેમ્બર 2016 (14:28 IST)
જયલલિતા છેલ્લા ત્રણ મહિનાથી ફેફસાના સંક્રમણને કારણે ચેન્નઈના એપોલો હોસ્પિટલમાં દાખલ છે. 68 વર્ષીય જયલલિતાને 22 સપ્ટેમ્બરના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એવુ લાગી રહ્યુ હતુ કે જયલલિતા જલ્દી ઠીક થઈને ઘરે પહોંચી જશે. ત્યારે ગઈકાલે સાંજે તેમને કાર્ડિયક અરેસ્ટ(દિલની ગતિ થંભી જવી) આવ્યા પછી તેમની હાલત નાજુક બનેલ છે. 
 
આ સમાચાર પછી તેના ચાહકો અપોલો હોસ્પિટલની બહાર હજારોની સંખ્યામાં જમા થઈ ગયા છે. કોઈ રડી રહ્યુ છે તો કોઈ તેમના સ્વસ્થ થવાની દુઆ કરી રહ્યુ છે. આ બધા દ્રશ્ય એ બતાવે છે કે તમિલનાડુની જનતા વચ્ચે જયલલિતા(અમ્મા) કેટલી લોકપ્રિય છે.  તેમના અનેક એવા કિસ્સા છે જેને સાંભળીને તમે પણ તેમના કાયલ થઈ જશો. 
 
જયલલિતાની તેમના સમર્થકો વચ્ચે ભગવાન જેવી હેસિયત છે. સમર્થકોએ જયલલિતાને ઈશ્વર જેવા ગુણોથી ભરપૂર બતાવવા માટે અનેક મિથકો ગઢી નાખ્યા છે. જેવા કે તે દયાળુ અને સર્વવ્યાપી છે. 
 
 
આગળ જાણો અમ્મા બ્રાંડ સાથે જોડાયેલ વસ્તુ
 
 
webdunia

અમ્મા મિનરલ વોટર - 10 રૂપિયાની પાણીની બોટલ બધા મુખ્ય શહેરોમાં રેલવે સ્ટેશનો અને બસ મથકો પર મળે છે. 
webdunia

અમ્મા લેપટોપ - લગભગ 26 હજાર રૂપિયાની કિમંતનુ લેપટોપ રાજ્યના 11 લાખ બાળકોમાં વહેંચવાની યોજના શરૂ કરવામાં આવી છે. અમ્મા ફાર્મસી - બધા મુખ્ય હોસ્પિટલમાં અમ્મા ફાર્મસી ખોલવામાં આવી છે. જ્યા સસ્તા દરે લોકોને દવાઓ મળે છે. 
webdunia


 
 


 
webdunia

અમ્મા બેબીકિટ - નવજાત બાળકોની જરૂરિયાતનો અનેક સામાન હોય છે જે મફત આપવામાં આવે છે. 
 
અમ્મા સોલ્ટ - વર્ષ 2014માં આ યોજના લોંચ કરવામાં આવી હતી. 25 રૂપિયે કિલો વેચાનારુ સામાન્ય મીઠા સામે અમ્મા મીઠુ 14 રૂપિયે કિલો મળે છે. 
 
 
webdunia

અમ્મા કેંટીન - રાજ્યના બધા શહેરોમાં સસ્તા દરે જમવાનુ અને નાસ્તો પુરો પાડવા માટે અમ્મા કેંટીન ખુલી છે. 
 
અમ્મા સીમેંટ - આ યોજના હેઠળ ગરીબ લોકોને સસ્તા દર પર પોતાનુ મકાન બનાવવા માટે અમ્મા સીમેંટ આપવામાં આવે છે. 
 
 
webdunia

અમ્મા મોબાઈલ - રાજ્યના બધા સહાયતા સમૂહોને મફત અમ્મા સ્માર્ટ ફોન આપવામાં આવે છે. 
 
અમ્મા મિક્સર - ગરીબ સ્ત્રીઓને અમ્મા મિક્સર મફત આપવામાં આવે છે 
webdunia
અમ્મા સિનેમા - રાજ્યમાં અમ્મા થિયેટર માટે સાત સ્થળની પસંદગી કરવામાં આવી છે. તેમા સસ્તા દરે ફિલ્મો બતાવવામાં આવશે. 
 
આ ઉપરાંત પણ અમ્મા ટીવી, અમ્મા  મેરિજ હોલ્સ, અમ્મા કૉલ સેંટર, બીજ, ચશ્મા, યુવતીઓને સાઈકલ, યુવકોને સ્કુલ બેગ. પુસ્તકો, યૂનિફોર્મ પણ મફ્ત આપવામાં આવે છે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જયલલિતા જીવંત છે કે નહી મોદી કરે હસ્તક્ષેપ - શશિકલા પુષ્પા