Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુડગાવમાં બંદૂકની અણી પર લાલૂ પ્રસાદના જમાઈની કાર લૂટી !

ગુડગાવમાં બંદૂકની અણી પર લાલૂ પ્રસાદના જમાઈની કાર લૂટી !
ગુડગાવ. , ગુરુવાર, 4 ફેબ્રુઆરી 2016 (11:08 IST)
રાષ્ટ્રીય જનતા દળ રાજદના અધ્યક્ષ લાલૂ પ્રસાદના જમાઈ વિનીત યાદવની કારને આજે અહી સિકંદરપુર મેટ્રો સ્ટેશન પાસે કેટલાક અજાણ્યા શખ્સોએ બંદૂક બતાવીને છીનવી લીધી. 
 
ગુડગાવ પોલિસ સહાયક પ્રમુખ અને સહાયક પ્રવક્તા હવા સિંહે જણાવ્યુ કે દિવસે જ ચારથી પાંચ અજાણ્યા હુમલાવર બંદૂકના દમ પર સફેદ રંગની ટોયોટા ફૉચ્યુનર કારને વિનીતના ચાલક હરિ પ્રકાશ પાસેથી છીનવી લીધી. ઘટના સમયે વિનીત કારમાં હાજર નહોતા. દિલ્હી નિવાસી વિનીત લાલૂના જમાઈ છે. પોલીસે આ સંબંધે શસ્ત્ર અધિનિયમ હેઠળ મામલો નોંધ્યો છે અને હુમલાવરોની શોધ કરી રહી છે.  

Share this Story:

Follow Webdunia gujarati