Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પાકિસ્તાનના કસુરીની બુક લૉંચિંગ પહેલા કુલકર્ણી પર શિવસૈનિકોએ કાળી શ્યાહી ફેંકી

પાકિસ્તાનના કસુરીની બુક લૉંચિંગ પહેલા કુલકર્ણી પર શિવસૈનિકોએ કાળી શ્યાહી ફેંકી
, સોમવાર, 12 ઑક્ટોબર 2015 (11:35 IST)
શિવસેના કાર્યકર્તઓએ ઑબજર્વર રિસર્ચ ફાઉંડેશનના ચેયરમેન સુધીન્દ્ર કુલકર્ણી પર શ્યાહી ફેંકી છે. કુલકર્ણીએ પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી ખુર્શીદ મહેમૂદ કસુરીને પોતાના પુસ્તકના વિમોચન માટે મુંબઈ આવવાનું આમંત્રણ આપ્યુ છે. 
 
પણ શ્યાહી ફેંકવાના જવાબમાં સુધીન્દ્ર કુલકર્ણીએ કહ્યુ તે ખુર્શીદ મહેમૂદ કસુરીના પુસ્તકનુ વિમોચન સ્થગિત નહી કરે. 
 
મુખ્યમંત્રી દેવેન્દ્દ્ર ફડણવીસે કાર્યક્રમ માટે પુર્ણ સુરક્ષા પુરે પાડવાનુ આશ્વાસન આપ્યુ છે. 
 
ખુર્શીદ મહેમૂદ કસુરીનુ પુસ્તક 'નીધર એ હૉક નૉર એ ડવ: એન ઈનસાઈડર્સ એકાઉંટ ઑફ પાકિસ્તાંસ ફૉરેન પૉલિસી' નું વિમોચન 12 ઓક્ટબરના રોજ મુંબઈમાં થવાનું છે. 
 
શિવસેના ખુર્શીદ મહેમૂદ કસુરીના પુસ્તકના વિમોચનનો વિરોધ કરી રહી છે. 
 
આ પહેલા તેણે આયોજકો પર પાકિસ્તાનના ચરમપંથીયોના સમર્થક હોવાનો આરોપ લગાવતા ધમકી આપી હતી કે જો કસુરીનો કાર્યક્રમ રદ્દ નથી કરવામા આવ્યો તો શિવસેના તેનો પોતાના રીતે વિરોધ કરશે. 
 
આ પહેલા શિવસેનાએ મુંબઈમાં પાકિસ્તાની ગઝલ ગાયક ગુલામ અલીના ક્રાર્યક્રમનો પણ વિરોધ કર્યો હતો.  ભારતના ગઝલ ગાયક જગજીત સિંહની યાદમાં નવ ઓક્ટોબરના રોજ મુંબઈમાં એક કાર્યક્રમ થવાનો હતો જે માટે જગજીત સિંહના ખૂબ નિકટ મિત્ર અને પાકિસ્તાની ગઝલ ગાયક ગુલામ અલીને આવવાનું હતુ પણ શિવસેનાના વિરોધ પછી આ પોગ્રામને રદ્દ કરવામાં આવ્યો હતો. 

Share this Story:

Follow Webdunia gujarati