Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાયબરેલી પાસે ટ્રેન દુર્ઘટના, 15ના મોત, 150થી વધુ ઘાયલ

રાયબરેલી પાસે ટ્રેન દુર્ઘટના, 15ના મોત, 150થી વધુ ઘાયલ
, શુક્રવાર, 20 માર્ચ 2015 (12:29 IST)
રાયબરેલીના બછરાંવાની પાસે શુક્રવારે જનતા એક્સપ્રેસના અનેક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. આ દુર્ઘટનામાં 15 લોકોના મોત થયા અને 150થી વધુ લોકો ઘાયલ થવાના સમાચાર છે. આ ટ્રેન દહેરાદૂનથી વારાણસી જઈ રહી હતી. ઘાયલોને નિકટના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 
 
સ્થાનીક પોલીસે 15 લોકોના મરવાની પુષ્ટિ કરી છે. ટ્રેનના ડબ્બામાંથી લાશ કાઢવાની પ્રક્રિયા ચાલુ છે. ટ્રેનની બોગિયોમાં હજુ પણ ઘાયલ મુસાફરો ફસાયા છે. ઘાયલો અને મૃતકોની સંખ્યા વધવાની શક્યતા છે. 
 
રેલ દુર્ઘટના પછી લખનૌથી હોસ્પિટલમાં હાઈ એલર્ટ કરવામાં આવ્યુ છે. રાજઘાનીના હોસ્પિટલોમાં 100 બેડ અનામત કરવામાં આવ્યા છે. ડોક્ટરોની 6 ટીમ અને 15 ઈમરજેંસી એંબુલેસ બછરાવા રવાના કરવામાં આવી છે. 
 
ટ્રામા સેંટર, પીજીઆઈ ઈમરજેંસીમાં પણ બેડ ખાલી કરાવવામાં આવ્યા છે. રેલ્વેના અનેક અધિકારી ઘટનાસ્થળ માટે રવાના થઈ ચુક્યા છે.  
 
અખિલેશ સરકારે મૃતકો અને ઘાયલો માટે વળતરનું એલાન કરી દીધુ છે. મૃતકોને બે-બે લાખ અને ઘાયલોને 50 હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે. 

Railway Helpline No. 0974830973 વારાણસી 
રાયબેરેલી- 0542-2503814
પ્રતાપગઢ - 0534- 2223830
હરિદ્વાર 0134-226477 , 226479
બરેલી- 0581-2558161 , 2558162 




 

Share this Story:

Follow Webdunia gujarati