Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પીએમ મોદીના નોટ બેનના નિર્ણયથી ISIને લાગ્યો ઝટકો

પીએમ મોદીના નોટ બેનના નિર્ણયથી ISIને લાગ્યો ઝટકો
નવી દિલ્હી. , શુક્રવાર, 11 નવેમ્બર 2016 (16:55 IST)
કાળાનાણા અને ભ્રષ્ટાચાર પર શિકંજો કસવાના દાવા સાથે 500 અને 1000 રૂપિયાના નોટને બંધ કરવાના પીએમ નરેન્દ્ર મોદીના નિર્ણયથી ISIને મોટો ઝટકો લાગ્યો છે. 
 
આતંકવાદ ફેલાવવા માટે આઈએસ કરતી હતી નકલી કરેંસીનો ઉપયોગ 
 
ગુપ્ત એજંસીના સૂત્રો મુજબ આઈએસઆઈ કાશ્મીરમાં આરાજકતા અને આતંકવાદ ફેલાવવા માટે મોટા પ્રમાણમાં હવાલા અને નકલી કરેંસીનો ઉપયોગ કરતી હતી. પણ હવે તેના પર એક મોટી લગામ લાગી ગઈ છે. જેને કારણે કાશ્મીરમાં હાલત સામાન્ય બનાવવાની દિશામાં મોદીનુ આ પગલુ યોગ્ય સાબિત થઈ શકે છે.  
 
આઈએસ 500 અને 100ના નોટોનુ ફંડિગ કરતુ હતુ 
 
આઈએસઆઈ કાશ્મીર ઘાટીમાં અલગતાવાદીઓના હવાલા દ્વરા ફંડિગ્ન કરે છે. આ ફંડિગ પણ મોટા કરેંસી નોટો મતલબ 500 અને 1000ના દ્વારા જ થતી હતી. પણ હવે જ્યારે આ નોટ બંધ થઈ ગયા છે તો એવામાં અલગતાવાદીઓ કાશ્મીર ઘાટીમાં આરાજકતા ફેલાવવા માટે મળનારા પૈસા પણ બંધ થઈ જશે. 
 
શુ છે મામલો 
 
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્દ્ર મોદીએ 500 અને 1000 રૂપિયાના નોટ બંધ કરવાનુ એલાન મંગળવારે સાંજે કર્યુ હતુ. આ સાથે જ કહેવામાં આવ્યુ હતુ કે લોકો પોતાની જૂની નોટ બેંકમાં જઈને બદલી શકે છે કે પછી પોતાના ખાતામાં જમા કરાવી શકે છે. સરકારે લોકોને નોટ બદલવા માટે 50 દિવસનો સમય આપ્યો છે.  આ દરમિયાન લોકો પોતાના આઈડી પ્રુફ લઈ જઈને પોતાના નોટ બદલી શકે છે કે પછી પોતાના એકાઉંટમાં જમા કરાવી શકે છે.  આ સાથે જ સરકારે જાહેરાત કરી છે કે 2.5 લાખથી વધુના નોટ બદલવા પર જાહેર આવક ભેળવવામાં આવશે. જાહેર આવકથી વધુ જમા કરવામાં આવેલ રકમ ન મળી તો ટેક્સ અને 200% સુધી દંડ જમા કરવો પડશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મણિપુરમાં હાહાકાર, 200 રૂપિયા લીટર થયુ પેટ્રોલ