Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ISIS એચઆઈવી પોઝીટીવ ટીમ તૈયાર કરી રહી છે

ISIS એચઆઈવી પોઝીટીવ ટીમ તૈયાર કરી રહી છે
, શનિવાર, 22 ઑગસ્ટ 2015 (17:36 IST)
આતંક અને દહેશતનુ બીજુ નામ બની ચુકેલ આઈએસ આતંક ફેલાવવા નવી નવી તરકીબો અપનાવી રહ્યુ છે. સંગઠને ઈસ્લામિક સ્ટેટ(આઈએસ)ની બર્બરતા અને ક્રૂરતાની નવી તસ્વીરો અત્યાર સુધી સામે આવી ચુકી છે. આઈએસે એક એવા 16 લડાકા તૈયાર કર્યા કર્યા છે જેમને એચઆઈવી પૉઝિટિવ છે. રિપોર્ટમાં એક સીરિયાઈ સૂત્રના હવાલાથી દાવો કરવામાં આવ્યો છેકે એડ્સની તપાસ પરિક્ષણમાં જ્યારે આ લડાકૂઓને પોઝીટીવ જોવા મળ્યા.  કુર્દિશ સીરિયન એઆરએ ન્યૂઝની એક રિપોર્ટ મુજબ એચઆઈવીથી પીડિત આ આઈએસના લડાકુઓ હાલ પૂર્વી સીરિયાના માયાદીન શહેરમાં આવેલ એક હોસ્પિટલના એક જુદા રૂમમાં છે. 
 
આ પીડિતોમાં મોટાભાગના વિદેશી આતંકી છે. જેમણે બે મોરક્કન મહિલા સાથે યૌન સંબંધ બનાવ્યો હતો. આ મહિલાઓના એચઆઈવીથી ગ્રસ્ત હોવાનો ખુલાસો થાય એ પહેલા જ આ વિદેશી આતંકવાદીઓ આ ઘાતક બીમારીની ચપેટમાં આવી ગયા.  એક સ્થાનીક સીરિયાઈ ડોક્ટર મુજબ અમને આઈએસના સ્થાનીક લીડર તરફથી આ આદેશ મળ્યો કે આ પીડિત આતંકવાદીઓને શહેરમાં સ્થિત એક હોસ્પિટલના રૂમમાં શિફ્ટ કરવામાં આવે. 
 
ડોક્ટરે જણાવ્યુ કે બંને મહિલાઓ ટર્કી ભાગવામાં સફળ રહી. આ વાતથી તેઓ ગભરાય ગઈ કે આઈએસના લડાકૂઓને આ ઘાતક બીમારીથી ગ્રસ્ત કર્યા પછી તેમને ફાંસી પર લટકાવી દેવામાં આવશે. રિપોર્ટ મુજબ સમુહના નેતાએ શહેરમાં રહેતા લડાકૂના સમૂહન એડ્સ સ્ક્રીન ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્યો છે. 
 
તેઓ હવે એ વાતની યોજના પણ બનાવી રહ્યા છે કે આ આતંકવાદીઓને કેવી રીતે બચાવવામાં આવે જે એચઆઈવી ગ્રસ્ત થઈ ચુક્યા છે. અલ માયાઈનમા6 એક માનવ અધિકાર કાર્યકર્તાએ બતાવ્યુ કે આઈએસની લીડરશિપ હવે આ વાતની યોજના બનાવી રહ્યુ છે કે  તેના જે આતંકવાદીઓ એચઆઈવી ગ્રસ્ત થઈ ચુક્યા છે તેમને આત્મઘાતી હુમલાના કામમાં લગાવવામાં આવે.  થોડાક મહિના પહેલા એડ્સ ફેલવાની આ ઘટના પહેલા પણ આઈએસ નિયંત્રિત શહેર હસકાના શાદાદયીમાં આવી ચુકી છે. 
 
એ સમયે એક ઈંડોનેશિયાઈ લડાકૂએ આ બીમારીથી એક સેક્સ ગુલામને સંક્રમિત કરી દીધુ હતુ. જ્યાર પછી તેને વેચી દેવામાં આવ્યો. આ લડાકાઓએ રક્તદાન પણ કર્યુ હતુ અને તેને જૂનના મહિનામાં ફાંસી પર ચઢાવી દેવામાં આવ્યો. તાજેતરમાં એક સમાચાર સામે આવ્યા કે દુનિયાભરમા આતંકનો પર્યાય બની ચુકેલ આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટનો ચીફ અબૂ વક્ર અલ-બગદાદીએ એક અમેરિકી મહિલાને સેક્સ સ્લેવ બનાવી રાખી હતી.  બગદાદી તેની સાથે વારેઘડીએ રેપ કરતો હતો. 
 
મહિલાનુ નામ કાયલા મ્યૂલર હતુ અને તે રાહતકર્મચારીના રૂપમાં કામ કરતી હતી. જોકે મ્યૂલર હવે આ દુનિયામાં નથી રહી. આ વાતનો ખુલાસો તેના માતા પિતાએ કર્યો.   જ્યારે આઈએસને તેની એચઆઈવી પૉઝીટિવ હોવાની જાણ થઈ તો તેને લઈને ગ્રુપ તૈયાર કરવામાં આવ્યુ અને હવે આ ગ્રુપ વિશેષ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.  તેમને આ તૈયારી ખાસ મિશન માટે આપવામાં આવી રહી છે. આઈએસનુ આ ગ્રુપને એચઆઈવી બોમ્બ પણ કહેવામાં આવી રહ્યુ છે.  

Share this Story:

Follow Webdunia gujarati