Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

PoK પર ભારતના દાવા પર ફારૂખ અબ્દુલ્લાએ કહ્યુ - શુ તમારા બાપનુ છે ?

PoK  પર ભારતના દાવા પર ફારૂખ અબ્દુલ્લાએ કહ્યુ - શુ તમારા બાપનુ છે ?
શ્રીનગર. , શુક્રવાર, 25 નવેમ્બર 2016 (17:55 IST)
ફારૂખ અબ્દુલ્લાએ પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર પર ભારતના દાવાને લઈને વિવાદિત નિવેદન આપ્યુ છે. જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ પીઓકે પર ભારતીય સંસદના સ્ટૈંડિંગ રિઝોલ્યૂશન પર કહ્યુ - શુ આ તમારા બાપનુ છે, વર્તમાન સમયમાં આ પાકિસ્તાનના કબજામાં છે.' બાપ-દાદાઓ તરફથી મળેલી મિલકત નથી પીઓકે... 
 
- ન્યૂઝ 18 વેબસાઈટ અને ઈંડિયન એક્સપ્રેસ મુજબ ફારૂખે શુક્રવારે ચિનાબ ઘાટીમાં એક સમારંભમાં આ નિવેદન આપ્યુ. 
- તેમણે કહ્યુ પીઓકે ભારતની વ્યક્તિગત સંપત્તિ નથી. તેથી તેના પર પોતાના બાપ-દાદાઓ તરફથી મળેલી મિલકતની જેમ દાવો કરી શકતુ નથી. 
- સમારંભમાં ફારૂખના પુત્ર અને રાજ્યના પૂર્વ સીએમ ઉમર અબ્દુલ્લા પણ હાજર હતા. 
 
કાશ્મીર મુદ્દે પાકિસ્તાન પણ એક પક્ષ છે. 
 
-ફારૂખ અબ્દુલ્લાએ કહ્યુ - કાશ્મીર મુદ્દે પાકિસ્તાન પણ એક પક્ષ છે. તેને હવે ભારત સરકારે પણ મની લીધુ છે. 
- આ મુદ્દે સંસદમાં એક રિજોલ્યૂશન આવ્યુ હતુ જેમા પીઓકે ભારતનો ભાગ બતાવ્યો છે. 
- ભારત સરકાર પાસે હવે પાકિસ્તાન સાથે વાતચીત શરૂ કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. કારણ કે જમ્મુ-કાશ્મીરના લોકો પર અત્યાચારોને ખતમ કરવાની જરૂર છે. 
- ભારત સરકાર પાસે પીઓકેને પાકિસ્તાન પાસેથી છીનવાની હિમંત નથી અને ન તો પાકિસ્તાન પાસે કાશ્મીરને ભારત પાસેથી છિનવી લેવાની હિમંત છે. 
- પણ બંને દેશો વચ્ચે ફસાઈને કાશ્મીરની માસૂમ જનતાને મુશ્કેલી ઉઠાવવી પડી રહી છે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

માર્કેટમાં 500ના બે પ્રકારના નોટ.. લોકોને ઓળખવવામાં મુશ્કેલી..RBI એ માની પ્રિંટિગ મિસ્ટેક