Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભારતને મોટી સફળતા - PSLV દ્વારા છોડાયા 8 ઉપગ્રહ... જાણો કેટલીક ખાસ વાતો..

ભારતને મોટી સફળતા - PSLV દ્વારા છોડાયા 8 ઉપગ્રહ... જાણો કેટલીક ખાસ વાતો..
, સોમવાર, 26 સપ્ટેમ્બર 2016 (14:53 IST)
ઇસરોએ આજે અંતરીક્ષ ક્ષેત્રે વધુ એક ઇતિહાસ રચ્યો છે. ભારતના મહત્વના પ્રક્ષેપણ યાન પીએસએલવી હવામાન ઉપગ્રહ સ્કેટસેટ-૧ અને પાંચ અન્ય દેશોના ઉપગ્રહ સહિત કુલ-8 અલગ-અલગ ઉપગ્રહોને લઇને સફળતાપુર્વક અવકાશ ગમન કર્યુ છે. પીએસએલવી ઉપગ્રહોને બે અલગ અલગ કક્ષાઓમાં સ્થાપિત કરશે. આમા આઇઆઇટી મુંબઇના છાત્રોએ બનાવેલ પ્રથમ સેટેલાઇટ પણ છે. આ છાત્રોએ 8 વર્ષની મહેતન બાદ આ સેટેલાઇન બનાવ્યો છે.
 
   પ્રક્ષેપણ યાન પીએસએલવી સી-35 આજે સવારે 9.12  કલાકે અહીના સતીષ ધવન કેન્દ્રના પ્રથમ લોન્ચીંગ પેડ પરથી મહાસાગર અને હવામાન અંગે અભ્યાસ માટે સ્કેટસેટ-1 અને 7  અન્ય ઉપગ્રહોને લઇને ઉડ્ડયન ભર્યુ હતુ. પીએસએલવી સી-35 પોતાની સાથે 371 કિલોગ્રામવાળા સ્કેટસેટ-1  અને 7 અન્ય ઉપગ્રહોને લઇને ગયુ છે. જેમાં અમેરિકા અને કેનેડાના ઉપગ્રહો પણ છે. જે આઠ ઉપગ્રહોને લઇને આ યાન ગયુ છે તેનુ વજન 675 કિલો છે.
 
 
 જાણો કેટલીક ખાસ વાતો... 
 
1. સ્કૈટસૈટ-1 એક પ્રારંભિક ઉપગ્રહ છે અને તેનો ઉપયોગ ઋતુની ભવિષ્યવાણી કરવા અને ચક્રવાતોની શોધ લગાડવામાં કરવામાં આવશે. 
 
2. આ સ્કૈટસૈટ-1 દ્વારા લેવામાં આવેલ કૂ-બૈડ સ્કૈટ્રોમીટર પેલોડ માટે એક સતત અભિયાન છે. કૂ-બૈડ સ્કૈટ્રોમીટરે વર્ષ 2009માં ઓશનસૈટ-2 ઉપગ્રહ દ્વારા લેવામાં આવેલ એક એવો જ પેલોડની ક્ષમતાઓને પહેલાથી વધારી દેવામાં આવી છે. 
 
3. સ્કૈટસૈટ-1 સાથે જે બે અકાદમિક ઉપગ્રહોને લેવામાં આવ્યા છે તેમા આઈઆઈટી મુંબઈના પ્રથમ અને બેંગલુરૂ બીઈએસ વિશ્વવિદ્યાલય અને તેમના સંઘના પીઆઈ સૈટ પણ સામેલ છે. 
 
4. પ્રથમનો ઉદ્દેશ્ય કુલ ઈલેક્ટ્રોન સંખ્યાનું આકલન કરે છે. જ્યારે કે પીઆઈ સૈટ અભિયાન રિમોટ સેંસિગ અનુપ્રયોગો માટે નૈનોસેટેલાઈટના ડિઝાઈન અને વિકાસનુ કરવામાં આવે છે. 
 
5. પીએસએલવી પોતાની સાથે જે વિદેશી ઉપગ્રહોને લેવામાં અવ્યા છે તેમા અલ્જીરિયાના અલસૈટ-1 બી, અલસૈટ-2બી અને અલસૈટ-1 એન, અમેરિકાનુ પાથફાઈંડર-1 અને કનાડાનુ એનએલએસ-19ના નામનો સમાવેશ છે. 
 
6. પીએસએલવી સાથે ગયેલ બધા આઠ ઉપગ્રહોનુ કુલ વજન 675 કિલોગ્રામ છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કાશ્મીરના ઉરી હૂમલાને લઈને વડોદરાનાં મુસ્લિમ વેપારીઓએ પાક.નો રાષ્ટ્રધ્વજ સળગાવ્યો