Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભારતે લીધો બદલો, કેપ્ટન સહિત 7 ઠાર, PAK રક્ષામંત્રી બોલ્યા - ગમે ત્યારે યુદ્ધ છેડાય શકે છે

ભારતે લીધો બદલો, કેપ્ટન સહિત 7 ઠાર,  PAK રક્ષામંત્રી બોલ્યા - ગમે ત્યારે યુદ્ધ છેડાય શકે છે
કાશ્મીર. , ગુરુવાર, 24 નવેમ્બર 2016 (10:23 IST)
નિયંત્રણ રેખા પર પાકિસ્તાન તરફથી સતત સીઝફાયર ઉલ્લંઘન ચાલુ છે તો બીજી બાજુ મંગળવારે માછિલ સેક્ટરમાં પાકિસ્તાનની કાયરાના હરકતનો ઈંડિયન આર્મીએ વળતો જવાબ આપ્યો છે.  ભારતની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનમાં પાકિસ્તાનને ભારે નુકશાન થયુ છે. પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કહ્યુ કે ભારતને અઘોષિત રૂપે પાકિસ્તાનની સાથે યુદ્ધ શરૂ કરી દીધુ છે. તેમણે ચેતાવણી આપી છે કે આખા ક્ષેત્રમાં ક્યારેય યુદ્ધ શરૂ થઈ શકે છે. બીજી બાજુ ભારત તરફથી કોઈ ગોળીબારીમાં પાકિસ્તાની સેનાએ એક અધિકારી સહિત 3 સૈનિક માર્યા ગયા છે. આ ઉપરાંત પીઓકેમાં 4 નાગરિક પણ માર્યા ગયા. 
 
તણાવ વચ્ચે પાકિસ્તાનના ડીજીએમઓએ પોતાના ભારતીય સમકક્ષ લેફ્ટિનેંટ જનરલ રણવીર સિંહને ફોન કરી સીમાની હાલત પર વાત કરી. સર્જિકલ સ્ટ્રાઈક પછી આ પહેલીવાર છે જ્યારે પાકિસ્તાની ડીજીએમઓએ વાત કરી છે. 
 
પાક સેનાના કેપ્ટન પણ માર્યા ગયા 
 
ભારતની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાન સેનાના એક કેપ્ટન અને બે જવાન માર્યા ગયા છે. પાકિસ્તાની સેનાએ ભારત તરફથી ફાયરિંગમાં એક ઓફિસરના માર્યા જવાની પુષ્ટિ કરી છે.  પાકિસ્તાની સેના તરફથી આપવામાં આવેલ માહિતી મુજબ માર્યા ગયેલા પાકિસ્તાની સૈનિકોના નામ છે - કેપ્ટન તૈમૂર અલી ખાન, હવાલદાર મુસ્તાક હુસૈન અને લાંચ નાયક ગુલામ હુસૈન છે. બોર્ડર પર વધતા તનાવ વચ્ચે પાકિસ્તાને ડીજીએમઓ લેવલ વાર્તાનો પ્રસ્તાવ આપ્યો છે. બુધવારે પાકિસ્તાનના ડીજીએમઓએ ભારતીય ડીજીએમઓ રણવીર સિંહને ફોન કરી સીમાની પરિસ્થિતિ પર વાત કરી અને ડીજીએમઓ લેવલ વાર્તાનો પ્રસ્તાવ મુક્યો. પાકિસ્તાનના ડીજીએમઓએ ભારતની ફાયરિંગમાં પોતાના નાગરિકો અને સૈનિકોએ પરિસ્થિતિ થવાનો મુદ્દો ઉઠાવ્યો. ભારતે કહ્યુ કે 
આ મંગળવારને માછિલમાં પાકિસ્તાનની હરકતનો જવાબ હતો. 
 
સીમા પર રોકાયેલ ફાયરિંગ.. 
 
આ દરમિયાન બુધવારે સાંજે સીમા પર ફાયરિંગ બંધ થઈ ગયુ. સાંજે 6 વાગ્યા સુધી બધા વિસ્તારોમાં ફાયરિંગ રોકાય ગયુ.  જમ્મુ કાશ્મીરમાં પુંછ જીલ્લાના બાલાકોટ વિસ્તારના ઉપરાંત બીમબેર, કૃષ્ણા ઘાટી અને નૌશેરા સેક્ટરોમાં બુધવારે સવારે 9 વાગ્યાથી સીમાપારથી ફાયરિંગ શરૂ કરી હતી.  પાકિસ્તાને એલઓસી પર મોર્ટાર શેલ દાગ્યા અને ત્યાથી સતત ફાયરિંગ કરવામાં આવી રહી હતી. ભારતીય સેનાએ વળતો જવાબ આપ્યો અને મોર્ટાર અને ભારે હથિયારોનો ઉપયોગ કરી પાકિસ્તાનમાં ફાયરિંગ કરી. ત્યારબાદ સીમા પરથી ફાયરિંગ બંધ થઈ ગઈ. 
 
રાજનાથે કરી ઉચ્ચસ્તરીય બેઠક 
 
પાકિસ્તાન સાથે સીમા પાર વધતા તનાવ અને સીમા પારથી સતત થઈ રહેલ ફાયરિંગથી ઉભી થયેલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખત કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહે બુધવારે નવી દિલ્હીમાં ઉચ્ચસ્તરીય બેઠક કરી. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, ગૃહ સચિવ અને તમામ મોટા અધિકારી હાજર હતા.  આ દરમિયાન ભારતે સ્પષ્ટ કર્યુ છે કે પાકિસ્તાનને મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો આપવાની સમીક્ષા કરવ પર કોઈ નિર્ણય હજુ થયો નથી.  વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી નિર્મલા સીતારમને રાજ્યસભામાં આ અંગેની માહિતી આપી.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાને આપ્યો વળતો જવાબ, પાક.ના 4 સૈનિકોને ઠાર કર્યા