Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

તોગડિયા બોલ્યા હાર્દિક પટેલ સાથે કોઈ સંબંધ નથી, દુષ્પ્રચાર કર્યો તો કેસ કરીશ

તોગડિયા બોલ્યા હાર્દિક પટેલ સાથે કોઈ સંબંધ નથી, દુષ્પ્રચાર કર્યો તો કેસ કરીશ
ઈલાહાબાદ. , શુક્રવાર, 4 સપ્ટેમ્બર 2015 (12:32 IST)
વિશ્વ હિંદુ પરિષદના પ્રમુખ પ્રવિણ તોગડિયાએ મીડિયાના એ સમાચારોને નકારી દીધા જેમા એ કહેવામાં આવ્યુ હતુ કે તેઓ હાર્દિક પટેલ અને તેમના લોકોના નિકટના છે. જે ગુજરાતમાં રજુ અનામત આંદોલન સાથે જોડાયેલા છે.  તોગડિયાએ એ લોકો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહીની ચેતાવણી આપી જે આ સમાચારની પાછળ છે. 
 
તોગડિયા ગુજરાતના રહેનારા છે અને પટેલ સમુહમાંથી આવે છે. તેમણે ઈંટરનેટથી મળતી તસ્વીરોના દુરુપયોગને લઈને એક નિવેદનમાં દુખ વ્યક્ત કર્યુ. જેમા તેમણે હાર્દિક પટેલ અને કેટલાક અન્ય યુવાઓ દ્વારા ઘેરાયેલા બતાવાયા છે. તેમણે કહ્યુ કે હુ રોજ મોટી સંખ્યામાં લોકો સાથે મુલાકાત કરુ છેઉ. તેમાથી કોઈ મારી સાથે ફોટો ખેચાવવાની ઈચ્છા બતાવે છે અને હુ શિષ્ટાચારને કારણે તૈયાર થઈ જઉ છુ. જો આવા ફોટાઓનો ઉપયોગ શરારત માટે ઉપયોગ કરવો ખેદજનક છે.  ભલે એ મુખ્યધારાની મીડિયા હોય કે પછી સોશિયલ મીડિયામાં. 
 
તોગડિયા બોલ્યા, હાર્દિક પટેલ સાથે કોઈ સંબંધ નથી. દુષ્પ્રચાર પર કેસ કરીશ. વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ પ્રવિણ તોગડિયાએ મીડિયાના એ સમાચારોને રદ્દ કર્યા જેમા એવુ કહેવામાં આવ્યુ હતુ કે તેઓ હાર્દિક પટેલ અને એ લોકોના નિકટના છે જે ગુજરાતમાં ચલી રહેલ અનામત આંદોલન સાથે સંકળાયેલા છે.  
 
વિહિપ નેતાએ આ સાથે જ મીડિયાના એક વર્ગમાં આવેલ એ સમાચારને લઈને વિરોધ બતાવ્યો જેમા કહેવામાં આવ્યુ હતુ કે તેમને ગુજરાતમાં ગડબડી માટે રાજ્ય સરકારને જવાબદાર ઠેરવ્યા હતા. તેમણે કહ્યુ કે ગુજરાતમાં હિંસા થયા પછી હુ ફક્ત શાંતિની અપીલ કરતો રહ્યો અને ક્યારેય કોઈપણ પાર્ટીને નિશાન ન બનાવ્યુ.  આવા સમાચાર એ લોકો તરફથી ફેલાવવામાં આવી રહ્યા છે જે મને બદનામ કરવા માંગે છે. 

Share this Story:

Follow Webdunia gujarati