Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુલબર્ગ કાંડમાં 11ને ઉંમરકેદ, 12ને 7 વર્ષની કેદ, જાકિયા બોલી - લડાઈ હજુ બાકી...

ગુલબર્ગ કાંડમાં 11ને ઉંમરકેદ, 12ને 7 વર્ષની કેદ, જાકિયા બોલી - લડાઈ હજુ બાકી...
, શુક્રવાર, 17 જૂન 2016 (12:07 IST)
ગુલબર્ગ સોસાયટી નરસંહાર કાંડમાં વિશેષ એસઆઈટી કોર્ટે શુક્રવારે 11 દોષીઓને ઉંમરકેદની સજા સંભળાવી છે. આ સાથે જ 12 અન્ય દોષીઓને સાત વર્ષની સજા આપવામાં આવી છે. જ્યારે કે એક અન્યને 10 વર્ષની સજાનો હુકમ કરવામાં આવ્યો છે. 
 
ગુજરાતમાં 2002માં ગોધરા રમખાણો દરમિયાન થયેલ ગુલબર્ગ સોસાયટી નરસંહાર મામલે કોંગ્રેસના પૂર્વ સાંસદ એહસાન જાફરી સહિત 69 વ્યક્તિ માર્યા ગયા હતા. આ પહેલા અભિયોજન પક્ષે બધા 24 દોષીયો દ્વારા જેલમાં વિતાવેલ સમયની વિગત સોંપી જે કોર્ટે માંગી હતી. 
 
ઉલ્લેખનીય છે કે ગુજરાત રમખાણો દરમિયાન ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડના 24 દોષીયોની સજા પર નિર્ણય ગયા સોમવારે પણ ટળી ગયો. અમદાવાદની વિશેષ કોર્ટે આ મામલામાં 36 લોકોને મુક્ત કર્યા હતા. 
 
અગાઉની સુનાવણીમાં સજા સંભળાવતા પહેલા કોર્ટે બંને પક્ષોના વકીલોની અંતિમ દલીલો સાંભળી હતી. જેમા સરકારી વકીલ અને પીડિતોને વકીલે દોષીઓને વધુમાં વધુ સજા સંભળાવવાની અપીલ કરી હતી. જ્યારે કે દોષીઓના વકીલને ઓછામાં ઓછી સજા આપવાની માંગ કરી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સ્ત્રીના પેટમાં ઉછરી રહી છે સ્પોર્ટ્સ કાર.... !!