Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સારુ થયુ રાહુલ ગાંધી ઓછુ બોલ્યા નહી તો... - અમિત શાહ

સારુ થયુ રાહુલ ગાંધી ઓછુ બોલ્યા નહી તો... - અમિત શાહ
મુંબઈ , શુક્રવાર, 5 સપ્ટેમ્બર 2014 (13:07 IST)
. ભાજપા અધ્યક્ષ અમિત શાહે પાર્ટી કાર્યકર્તાઓને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધૂરા એજંડા 'કોંગ્રેસ મુક્ત ભારત' ને પુર્ણ કરવાનુ આહ્રવાન કર્યુ છે.  પાર્ટી અધ્યક્ષ બન્યા પછી મુંબઈ મહાનગરની પ્રથમ યાત્રા પર આવેલ શાહે કહ્યુ, 'પણ જ્યા સુધી પાર્ટીને મહારાષ્ટ્રમાંથી ઉખાડવામાં નહી આવે ત્યા સુધી આ શક્ય નહ્તી.  જે રીતે તેમની પાસે  લોકસભામાં વિપક્ષના નેતા નથી એ જ રીતે તમારે સુનિશ્ચિત કરવુ પડશે કે વિધાનસભામાં તેમને વિપક્ષના નેતા બનવાની તક પણ ન મળે.
 
રાહુલ ગાંધી પર પ્રહાર કરતા શાહે કહ્યુ કે કોંગ્રેસ ઉપાધ્યક્ષ જેટલુ લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન બોલ્યા તેનાથી વધુ બોલ્યા હોત તો તેમને 44 સીટો પણ ન મળતી. 
 
તેમણે કહ્યુ, 'દિગ્વિજય સિંહે કહ્યુ કે તેમને ઓછી સીટો મળી કારણ કે રાહુલ ગાંધી ચૂપ રહ્યા. પણ જે તેમણે બોલ્યુ તેનાથી વધુ બોલ્યા હોત તો કોંગ્રેસને લોકસભામાં 44 સીટો પણ ન મળતી.' 
 
પોતની મુલાકાત દરમિયાન આ શક્યતાઓ પર પણ વિરામ આપવાનો પ્રયાસ કર્યો છે કે ભાજપાના જૂના સહયોગી શિવસેના દ્વારા સીટોની માંગને કારણે બંને વચ્ચે ખૂબ તણાવ છે. તેમણે ઉદ્ધવના નિવાસ માતોશ્રી પર તેમની સાથે મુલાકાતનુ નિમંત્રણ પણ સ્વીકારી લીધુ  
 
શાહે કહ્યુ કે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-રાકાંપા સરકારે રાજ્યને શર્મશાર કર્યો છે.  
 
તેમણે કહ્યુ. 'છેલ્લા 15 વર્ષોમાં મહારાષ્ટ્રમાં એવી સરકાર કામ કરી રહી છે. જે લોકો માટે કામ કરવામાં રસ નથી બતાવતી. તેમને ભારત રાજ્યને શર્મશાર કર્યુ છે. હવે તેમના હાથમાંથી સત્તા પરત લેવાનો સમય આવી ગયો છે. આ ગઠબંધન સરકારે વારેઘડીએ મુખ્યમંત્રી કેમ બદલ્યા ? કારણ કે તેમાથી દરેક ભ્રષ્ટાચારના કીચડમાં ડૂબેલો હતો. એટલા ગોટાળા થયા કે તેમને એક અઠવાડિયામાં પણ ગણી શકાતા નથી. તેમને રાજ્યમાં ખેડૂતો દ્વારા આત્મહત્યા કરવાના મુદ્દા પર રાંકાપા પ્રમુખ શરદ પવાર પર પણ પ્રહાર કર્યો. 
 
અત્રે એ ઉલ્લેખનીય છે કે પોતાના સંસદીય ચૂંટ્ણી ક્ષેત્ર અમેઠીની બે દિવસીય મુલાકાતના પહેલા દિવસે ગૌરીગંજમાં સંવાદદાતાઓ સાથે વાતચીત દરમિયાન રાહુલે મોદી સરકાર પર હુમલો કરતા કહ્યુ, 'થોડા મહિના પહેલા આવેલ સરકારે હિન્દુસ્તાનને બદલવાના વચનો આપ્યા હતા. વીજળી માટે વચનો આપ્યા. પાણી માટે વચન આપ્યા. હવે એ સરકારને બનવાના સો દિવસ થઈ ચુક્યા છે. શાકભાજીના ભાવ તમે જાણો જ છો. વીજળીની સમસ્યા છે.' તેમણે કહ્યુ, 'પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાનમાં ઢોલક વગાડી રહ્યા છે અને અહી વીજળી તેમજ પાણી નથી.'  
 

Share this Story:

Follow Webdunia gujarati