Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજ બબ્બરે ગિરિરાજ સિંહને પાગલ ગણાવ્યા, ઈલાજનો ખર્ચ પણ ઉઠાવીશુ

રાજ બબ્બરે ગિરિરાજ સિંહને પાગલ ગણાવ્યા, ઈલાજનો ખર્ચ પણ ઉઠાવીશુ
નવી દિલ્હી. , ગુરુવાર, 2 એપ્રિલ 2015 (14:09 IST)
ભારતીય જનતા પાર્ટીના નેતા અને કેન્દ્રમાં મંત્રી ગિરિરાજ સિંહને સોનિયા ગાંધી વિરુદ્ધ નિવેદન આપવુ મોંઘુ પડી રહ્યુ છે. નિવેદન માટે ખેદ પ્રગટ કરવા છતા તેમણે કોઈ રાહત મળે એવુ લાગતુ નથી. તેમની આ ટિપ્પણી પર કોંગ્રેસના રાજ્યસભા સાંસદ રાજબબ્બરે ગિરિરાજ સિંહને પાગલ કહ્યા છે. તેમણે કહ્યુ છે કે ગિરિરાજ સિંહને પાગલખાનામાં મોકલીને તેમની સારવાર કરાવવી જોઈ અને તેના પર જે ખર્ચ આવશે તે અમે ઉઠાવવા તૈયાર છીએ. બીજી બાજુ દિલ્હી મહિલા આયોગ અઘ્યક્ષ બરખા સિંહે ગિરિરાજ સિંહને બરખાસ્ત કરવાની માંગ કરી છે અને આ વિશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે.  
 
દિલ્હીમાં કોંગ્રેસ કાર્યકર્તા વીપી હાઉસની બહાર જોરદાર પ્રદર્શન કરી રહ્યા છે. સ્થિતિને અનિયંત્રિત થતી જોઈ પોલીસે કોંગ્રેસ 
કાર્યકર્તાઓ પર લાઠી ચાર્જ કર્યો. જ્યાર પછી નારાજ કોંગ્રેસીઓએ પોલીસ પર ઈંડા ફેંક્યા. બીજી બાજુ યૂથ કોંગ્રેસના કાર્યકર્તાઓનુ કહેવુ છે કે અમે પોલીસ પર ઈંડા નથી ફેંક્યા. પ્રદર્શનમાં ખૂબ મોટી સંખ્યામં લોકો સામેલ થયા છે. પબ્લિકમાંથી કોઈએ ફેંક્યા હશે.  
 
આ નસ્લભેદી નિવેદન વિરુદ્ધ મુંબઈમાં સંજય નિરુપમની આગેવાનીમાં આજે કોંગ્રેસે મોરચો કાઢી વિરોધ પ્રદર્શન કર્યુ છે. આ ઉપરાંત બેંગલુરૂ અને દિલ્હીમાં પણ કોંગ્રેસની તરફથી પ્રદર્શન કરવામાં આવી રહ્યુ છે.   બીજી બાજુ નિવેદનમાં નાઈજીરિયાનો હવાલો આપતા ગિરિરાજ માટે વધુ મુશ્કેલી ઉભી થઈ ગઈ છે. ગિરિરાજના નિવેદનને દુર્ભાગ્યપુર્ણ બતાવતા નાઈજીરિયાના રાજનયિક ઓબી. ઓકોંગોરે કહ્યુ કે આ નિવેદનને લઈને વિદેશ મંત્રાલયમા ફરિયાદ નોંધાવાશે.  
 
તેમણે કહ્યુ કે તે ઈચ્છે છેકે મંત્રી પોતાના નિવેદનને પરત લેશે અને નાઈઝીરીયાના લોકો પાસે માફી માંગશે.  ઉલ્લેખનીય છે કે ગિરિરાજ સિંહનો એક વીડિયો સામે આવ્યો જેમા તેમણે સોનિયા ગાંધી પર નસ્લભેદી ટિપ્પણીએ કરતા સાંભળી શકાય છે.

ઉલ્લેખનીય છે કે હાજીપુરમાં ગિરિરાજ સિંહે કહ્યુ હતુ કે જો રાજીવ ગાંધી કોઈ નાઈજીરિયન લેડી સાથે લગ્ન કરતા અને તેમની પત્નીની ગોરી ચામડી ન હોત તો કોંગ્રેસ પાર્ટી તેમનુ નેતૃત્વ સ્વીકારતી ? કોંગ્રેસ પર મજાક કરતા ગિરિરાજે રાહુલ ગાંધી પર પણ નિશાન સાધ્યુ હતુ. તેમણે કહ્યુ કે જે રીતે મલેશિયાના લાપતા વિમાનની આજ સુધી કોઈ ખબર નથી. તે જ રીતે રાહુલ ક્યા ગાયબ  છે તે કોણે શુ ખબર.  

Share this Story:

Follow Webdunia gujarati