Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બેંકો અને પોસ્ટ ઓફિસમાં આજથી 500 અને 2000ના નવા નોટ મળવા શરૂ, શનિવાર અને રવિવારે પણ ખુલા હશે બેંક

બેંકો અને પોસ્ટ ઓફિસમાં આજથી 500 અને 2000ના નવા નોટ મળવા શરૂ, શનિવાર અને રવિવારે પણ ખુલા હશે બેંક
નવી દિલ્હી. , ગુરુવાર, 10 નવેમ્બર 2016 (11:12 IST)
બજારમાં 500 અને 1000 રૂપિયાના નોટોનુ ચલણ બંધ થયા પછી બેંક અને પોસ્ટઓફિસથી ઊંચા મૂલ્યના નવા નોટ આજથી મળવા શરૂ થઈ ગયા છે.  હવે બેંક અને પોસ્ટઓફિસ 500 અને 2000ના જૂના નોટોના બદલે અ અજથી નવા નોટ આપી રહ્યા છે. બેંક ગ્રાહકો માટે શનિવારે અને રવિવારે પણ બેંક ખુલ્લા રાખશે. બેંકોમાં આજથી 500 અને 2 હજાર રૂપિયા  જૂના નોટના બદલે આજથી નવા નોટ આપી રહ્યા છે. બેંક ગ્રાહકો માટે શનિવાર અને રવિવારે પણ ખુલ્લા રહેશે. બેંકોમાં આજથી 500 અને 2 હજાર રૂપિયાના નવા નોટ મળવા શરૂ થઈ ગયા છે. 
 
500 રૂપિયા અને 1000 રૂપિયાના નોટો બંધ થયા પછી રોકડ જમા કરવા કે નિકાસી માટે ગ્રાહકોની ભારે ભીડની આશંકાને ધ્યાનમાં રાખતા બેંક આ શનિવાર અને રવિવારે ખુલ્લા રહેશે અને બેંક કર્મચારી આગામી ત્રણ દિવસો સુધી રાત્રે 9 વાગ્યા સુધી કામ કરશે.  બેંકોએ બેકિંગ અવર્સ(કલાક) વધારવા, એટીએમ શુલ્ક સમાપ્ત કરવા અને ઋણ સીમા વધારવા સહિત અનેક ઉપાયોની પણ જાહેરાત કરી જેનાથી 500 અને 1000 રૂપિયાના નોટોને પરત કરવાની ભીડનો સામનો કરી શકાય. 
 
બેંક કર્મચારીઓ આવતા એક મહિના સુધી કોઈ વધારાની રજા ન લેવાની સલાહ આપવામાં આવી છે. આ દરમિયાન સરકારે 22 અરબ કરેંસી નોટોના ધારકોને તેમને બેંક ખાતામાં જમા કરવા કહ્યુ છે. આર્થિક મામલાના સચિવ શક્તિકાંત દાસે ટ્વીટ કર્યુ કે આમ જનતાની સુવિદ્યા માટે બેંક આગામી શનિવાર અને રવિવારે ખુલ્લા રહેશે. રિઝર્વ બેંકે પણ એક આદેશ રજુ કરી બધા બેંકોને રવિવાર સહિત સપ્તાહના અંતમાં પોતાના કાઉંટર વેપાર માટે ખુલ્લા રાખવાનો આદેશ આપ્યો. આરબીઆઈએ એ પણ કહ્યુ કે એટીએમ કાલે પણ બંધ રહેશે. 
 
દેશની સૌથી મોટી બેંક એસબીઆઈએ આવતીકાલે સાંજે છ વાગ્યા સુધી કામ ચાલુ રાખવાની જાહેરાત કરી અને કહ્યુ કે તેની દરેક શાખામાં કરેંસી નોટોને બદલવા માટે એક સમર્પિત એક્સચેંજ કાઉંટર હશે. આઈસીઆઈસીઆઈ બેંકની પ્રબંધ નિદેશક અને સીઈઓ ચંદા કોચરે કહ્યુ કે બેંકની શાખાઓ ગુરૂવાર અને શુક્રવારે સાંજે 8 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ચિંતા ન કરશો... આ વાતોનુ ધ્યાન રાખશો તો ક્યાય નહી જાય તમારા પૈસા