Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચાલતી ગાડીમાં ગેંગરેપ કરી કેજરીવાલની ઘરની પાસે ફેંકી

ચાલતી ગાડીમાં ગેંગરેપ કરી કેજરીવાલની ઘરની પાસે ફેંકી
, સોમવાર, 4 મે 2015 (16:10 IST)
સિવિલ લાઈંસ વિસ્તારમાં એક યુવતી સાથે ગેંગ રેપનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. 18 વર્ષની યુવતી સાથે ચાલતી ગાડીમાં ગેંગરેપ કરવામાં આવ્યો. વિરોધ કરતા તેને ખૂબ મારવામાં આવી. તેના શરીર પર અનેક નિશાન પડેલા છે. ગેંગરેપનો આરોપ બે લોકો પર છે. એવુ કહેવાય છે કે યુવતી તેમને ત્યા સર્વિસ કરે છે. આરોપીઓએ મોડી રાત્રે વિધાનસભાથી થોડા દૂર ચાલતી કારમાંથી તેને રસ્તા પર ફેંકી દીધી. અહીથી થોડેક જ દૂર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનુ રહેઠાણ છે. 
 
કોઈ રસ્તે જનાર દ્વારા સૂચના અપાતા પીસીઆર ત્યા પહોંચી. ગેંગરેપના સમાચારથી પોલીસમાં હડકંપ મચ્યો છે. રાત્રે પોલીસના અનેક મોટા અધિકારીઓ ત્યા પહોંચ્યા. પહેલા નિકટના સુશ્રુત ટ્રામા સેંટરમાં લગભગ 11.40 વાગ્યે દાખલ કરવામાં આવી. જ્યા તેની હાલત નાજુક જોતા તેને લગભગ 1.20 પર એલએનજેપી હોસ્પિટલમાં લઈ જવામાં આવી. સવાર સુધી પોલીસ ઓફિસર આ મામલે કશુ જ બોલવા તૈયાર નહોતા.  
 
કપડાં અનેક સ્થાનો પરથી ફાટેલા હતા. આશંકા છે કે આરોપીઓને બળજબરીપૂર્વક યુવતીના વિરોધ કરવા પર તેની આ હાલત કરી. જે સ્થાન પરથી યુવતીને ફેંકવામાં આવી ત્યાંથી થોડે દૂર સીએમ અરવિંદ કેજરીવાલનુ ઘર છે. તેની પાછળ વિધાનસભા છે.  યુવતી સાથેની પૂછપરછમાં જાણ થઈ છે કે તેના બોસ અને તેના મિત્રએ કોલ્ડ ડ્રિંકમાં કોઈ નશીલો પદાર્થ મેળવી દીધો.  જ્યારપછી તેની હાલતનો ફાયદો ઉઠાવતા તેની સાથે રેપ કર્યો.  પછી વિકાસ ભવનની પાસે રોડ પર ફેંકી દીધી.  આ વિસ્તાર રાત્રે સુમસામ રહે છે.  પ્રત્યક્ષદર્શીઓ મુજબ રાત્રે કોઈ સ્ટ્રીટ લાઈટ પણ ચાલુ નહોતી કે ન તો કોઈ સીસીટીવી કેમૈરા લાગ્યો હતો.  

Share this Story:

Follow Webdunia gujarati