Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના રૂપમા શપથ લીધા

દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના રૂપમા શપથ લીધા
નવી દિલ્હી , શુક્રવાર, 31 ઑક્ટોબર 2014 (16:45 IST)
રાજ્ય મંત્રી 


વિદ્યા જયપ્રકાશ ઠાકુર - રાજ્યમંત્રીની શપથ લીધી. બીએમસીમાં ડિપ્ટી મેયર રહી છે. મુંબઈમાં ઉત્તર ભારતીયોનો મુખ્ય ચેહરો છે.. મુંબઈના ગોરેગાવની ધારાસભ્ય છે. 
 
- દિલીપ નાનદેવ કાંબલે - રાજ્યમંત્રીની શાપ્થ લીધી. શિવસેના-બીજેપી સરકારમાં પણ રાજ્યમંત્રી રહ્યા છે. પુણે કેટ વિધાનભાથી બીજીવાર ધારાસભ્ય બન્યા છે. બીજેપીમાં સચિવ પદ પર રહી ચુક્યા છે. 
 
કેબિનેટ મંત્રી 
 
- વિષ્ણુ રામા સાવરા - કેબિનેટ મંત્રી પદની શપથ લીધી. વિક્રમગઢથી વિઘાયક છે. પહેલા ભિવંડી ગ્રામીણથી પાંચવાર વિઘાયક રહ્યા છે. મહારાષ્ટ્રમાં અનુસૂચિત જાતિના મોટા નેતા છે. 
 
- પંકજા ગોપીનાથ મુંડે કેબિનેટ મંત્રી પદની શપથ લીધી. દિવંગત બીજેપી નેતા અને કેબિનેટ મંત્રી ગોપીનાથ મુંડેની પુત્રી છે. 2009થી સતત પરલીથી ધારાસભ્ય છે. પંકજા પણ સીએમની કેંડિડેટ માનવામાં આવતી હતી. એક લોકપ્રિય નેતા છે. પંકજા જેવી સ્ટેજ પર શપથ લેવા આવી કે તાળીઓનો ગડગડાટ શરૂ થયો. . 
 
- ચદ્રકાંત બચ્ચુ પાટિલ - કેબિનેટ મંત્રી પદની શપથ લીધી. આરએસએસ અને એબીવીપીથી બીજેપીમાં આવ્યા છે. બીજેપીના અધ્યક્ષ અમિત શાહના નિકટના માનવામાં આવે છે. મહરાષ્ટ્રના બીજેપીના કદાવર નેતા છે.  
 
- પ્રકાશ મંસુભાઈ મેહતા - કેબિનેટ મંત્રી પદની શપથ લીધી. 1995માં બીજેપી-શિવસેના સરકારમાં મંત્રી રહ્યા છે. મુંબઈની રાજનીતિનો ગુજરાતી ચેહરો છે. ઘાટકોપરથી ધારાસભ્ય છે. 
 
- વિનોદ શ્રીઘરવિજયા તાવડેએ કેબિનેટ મંત્રી પદની શપથ લીધી. 2002થી સતત વિધાન પરિષદના સભ્ય રહ્યા છે. 1999માં મુંબઈ બીજેપીના અધ્યક્ષ રહ્યા. એબીવીપીથી બીજેપીમાં આવ્યા. મહારાષ્ટ્ર વિધાનપરિષદમાં વિપક્ષન નેતા રહ્યા. ભણેલા-ગણેલા નેતાના રૂપમાં ઓળખાય છે. ચૂંટણી પ્રચાર દરમિયાન અજીત પવારને જેલ મોકલવાની વાત કરી હતી અને ખુદને ભાવિ ગૃહમંત્રીના રૂપમાં રજુ કર્યા હતા. 
. મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના રૂપમાં બીજેપીના નેતા દેવેન્દ્ર ફડણવીસે આજે સાંજે 4.26 મિનિટે શપથ લીધા. શિવસેનાના ચીફ ઉદ્ધવ ઠાકરે શપથગ્રહણ સમારંભમાં ભાગ લેવા નીકળી ચુક્યા છે. 
 
વિનોદ શ્રીધરવિજ્યા તાવડેએ કેબિનેટ મંત્રી પદની શપથ લીધી. 2002થી સતત વિધાન પરિષદના સભ્ય રહ્યા છે. 1999માં બીજેપી અધ્યર રહ્યા. એબીવીપી થી બીજેપીમાં આવ્યા. મહારાષ્ટ્ર વિધાનપરિષદમાં વિપક્ષના નેતા રહ્યા. 
 
- સુધીર સચ્ચિદાનંદ મુનગંટીવારે કેબિનેટ્મંત્રી પદની શપથ લીધેી 1995માં શિવસેના બીજેપી સરકારમાં મંત્રી રહ્યા છે. વિદર્ભના મોટા નેતા માનવામાં આવે છે.  
 
- એકનાથ ગણપતરાવ ખડસેએ કેબિનેટ મંત્રીના રૂપમાં શપથ લીધી. નાસિકના મુક્તાઈનગરથી સતત ત્રણ વાર ધારાસભય બન્યા છે. કુલ છ વાર ધારાસભ્ય બની ચુક્યા છે. કદાવર નેતા છે અને સીએમ પદ ન મળવાથી નારાજ છે. 
 
- દેવેન્દ્ર ગંગાધરરાવ ફડણવીસે મહારાષ્ટ્રના સીએમ પદની શપથ લીધી. 

દેવેન્દ્ર ફડણવીસ વિશે જાણવા ક્લિક કરો 

Share this Story:

Follow Webdunia gujarati