Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દિલ્હીમાં હવે 14 હજાર રૂપિયા ન્યૂનતમ મજુરી

દિલ્હીમાં હવે 14 હજાર રૂપિયા ન્યૂનતમ મજુરી
, મંગળવાર, 16 ઑગસ્ટ 2016 (14:15 IST)
પોતાના સ્વતંત્રતા દિવસ ભાષણમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં ન્યૂનતમ મજૂરીમાં વધારો કરવાની જાહેરાત કરી છે. તેમણે કેન્દ્ર અને અન્ય રાજ્યોને અપીલ કરી છે કે આ ઐતિહાસિક નિર્ણયને પૂરા દેશમાં લાગૂ કરવામાં આવે. મજૂરોને સમર્પિત સ્વતંત્રતા દિવસની આ ભેટથી અકુશળ, અર્ધકુશળ અને કુશળ મજૂરોની મજૂરીમં સરેરાશ 45 ટકાનો વધારો થશે. કેજરીવાલની જાહેરાત મુજબ દિલ્હીમાં હવે અકુશળ મજૂરીઓને 9500 રૂપિયાને બદલે લગભગ 14000 રૂપિયા, અર્ધકુશળ મજૂરીને 10600રૂપિયાને બદલે લગભગ 15000 રૂપિયા અને કુશળ મજૂરોને 11600 રૂપિયાને બદલે લગભગ 17000 રૂપિયા મળશે.  જોકે આ નિર્ણયને હજુ કેબીનેટ મંજૂરી મળવાની છે. કેજરીવાલે કહ્યુ કે આ અઠવાડિયાની કેબિનેટ બેઠકમાં આને મંજૂરી આપવામાં આવે જ્યાર પછી વધારાની વાસ્તવિક રકમ પણ સામે આવશે. જો કે શ્રમ મંત્રી ગોપાલ રાયે ટ્વીટ કરી અકુશળ, અર્ધકુશળ અને કુશળ મજૂરોની મજૂરીમાં વાસ્તવિક વધારાની વાસ્તવિક રાશિ પણ પણ સામે આવશે. જો કે શ્રમ મંત્રી ગોપાલ રાયે ટ્વીટ કરી અકુશળ, અર્ધકુશળ અને કુશળ મજૂરીની મજૂરીમાં વાસ્તવિક વધારાની માહિતી આપી. ન્યૂનતમ મજૂરીનો વર્તમાન ડેટા ક્રમશ: 9568, 10582, 11622 છે અને પ્રસ્તાવિત ડાટા ક્રમશ 14052, 15471 અને 17033 છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

લાલ કિલ્લા પરથી PM મોદીની પાક.ને ચેતવણી - હિંસા અને આતંકવાદ સામે નહી ઝુકે સરકાર