Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બ્રિક્સ સંમેલનમાં બોલ્યા મોદી - આતંકવાદ પાકિસ્તાનનું લાડકવાયુ બાળક

બ્રિક્સ સંમેલનમાં બોલ્યા મોદી - આતંકવાદ પાકિસ્તાનનું લાડકવાયુ બાળક
નવી દિલ્હી. , સોમવાર, 17 ઑક્ટોબર 2016 (11:04 IST)
પ્રધાનમંત્રી મોદીએ આતંકવાદને પાલન પોષણ માટે પાકિસ્તાનની ખરી ખરી સંભળાવી. ગોવામાં ચાલી રહેલ સંમેલનમાં ચીન સામે પાકને આ કડક સંદેશ આપીને મોદીએ અપ્રત્યક્ષ રૂપે ચીનને પણ સલાહ આપી છે. આ પીએમના એક તીરથી બે નિશાન લગાવવા પર જોઈ શકાય છે. મોદીએ પાકિસ્તાનને લઈને જ્યારે આ વાતો કહી ત્યારે ગોવામાં દુનિયાના 10 દેશોના રાષ્ટ્રાધ્યક્ષ હાજર હતા.  આ બધા સામે મોદીએ પાકિસ્તાનનુ નામ લીધા વગર તેમને કડક સંદેશ આપ્યો. 
 
બ્રિક્સ અને બિમ્સટેક સમૂહના સભ્ય દેશોની બેઠકમાં પીએમ મોદીએ નામ લીધા વગર પાકિસ્તાનને આતંકવાદનો જનક કહ્યો. મોદીએ ભલે પોતાના નિવેદનમાં ક્યાય પણ પાકિસ્તાનનુ નામ સીધેસીધુ ન લીધુ પણ પાકિસ્તાને પોતે આના પર પ્રતિક્રિયા આપી અને મોદી પર બ્રિક્સ દેશોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવી દીધો. 
 
પોતાના ભાષણ દરમિયાન પાકિસ્તાન પર જોરદાર હુમલો કરતા પીએમ મોદીએ કહ્યુ કે આતંકવાદ પાકિસ્તાનનુ લાડકવાયુ બાળક બની ગયુ છે અને પાકિસ્તાન તેને ગળે ભેટે છે અને તેને ફેલાવે છે. 
 
બીજી બાજુ પાકિસ્તાની પ્રધાનમંત્રીના વિદેશી મામલાના સલાહકાર સરતાજ અજીજની તરફથી નિવેદનમાં ભારત પર આતંકવાદને ફેલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો. પીએમ મોદીએ બ્રિક્સ સંમેલન પછી એક તીરથી બે નિશાન લગાવતા પાકિસ્તાનને સહારો આપતા ચીનને પણ બે ટૂક સંદેશ આપ્યો. બ્રિક્સ દેશોના સંમેલનના અંતમાં રજુ નિવેદનમાં કહ્યુ કે અમે દુનિયાના બધા દેશોને અપીલ કરીએ છીએ કે તેઓ કૉપ્રીહેંસિવ કંવેશન ઑન ઈંટરનેશનલ ટેરેરિજ્મને સંયુક્ત રાષ્ટ્રની જનરલ અસેંબલીમાં જલ્દી સ્વીકારી લે.  અમે બધા દેશોને તેમની જવાબદારી યાદ અપાવવા માંગીએ છીએ કે તેમની જમીનનો ઉપયોગ આતંકવાદને માટે ન થાય. 
 
બ્રિક્સ દેશોનુ આ ઘોષણાપત્ર એ માટે મહત્વનુ છે કારણ કે તેમા ચીન પણ સામેલ છે. આવામાં કૂટનિતિક સ્તર પર ભારતે પાકિસ્તાન અને ચીન બંને વિરુદ્ધ મોટી સફળતા મેળવી છે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઈન્દોરમાં "મરાઠા મોરચા"નું મૂક આંદોલન (જુઓ વીડિયો)