Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'કાળા નાણાને સફેદ કેવી રીતે કરવા' પૂછનારાઓની લિસ્ટમાં ટૉપ પર ગુજરાત

'કાળા નાણાને સફેદ કેવી રીતે કરવા' પૂછનારાઓની લિસ્ટમાં ટૉપ પર ગુજરાત
, સોમવાર, 21 નવેમ્બર 2016 (11:41 IST)
તારીખ  8 નવેમ્બર 2016. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 500 અને 1000 રૂપિયાના નોટ બંધ કરવાનુ એલાન કર્યુ. આ એલાનના થોડા કલાકો પછી જ બેંકો અને એટીએમની બહાર લોકોની ભીડ એકત્ર થઈ ગઈ. 
 
બીજા જ દિવસે જૂના નોટોને બેંકમાં જમા કરાવવા માટે લાંબી લાઈનો જોવા મળવા લાગી. આ ભીડથી અલગ પણ એક ભીડ હતી જેના પર 500 અને હજારના નોટ બંધ કરવાની અસર દેખાય રહી હતી. 
 
એ લોકો હતા જે ઈંટરનેટની મદદથી કાળાનાણાને સફેદ કરવાના રસ્તા શોધી રહ્યા હતા.  8 નવેમ્બર પછી ગૂગલના ટ્રેડ્સ પર જો તમે નજર કરશો તો કાળાનાણાને સફેદ કરવાની રીત સૌથી વધુ શોધવામાં આવી. આ ટીપ્સને જે રાજ્યોમાં સૌથી વધુ  શોધવામાં આવી તેમા ગુજરાત ટોપ પર રહ્યુ. 
 
ગુજરાતના જે શહેરોમાં ગૂગલ પર આ ટિપ્સને સૌથી વધુ સર્ચ કરવામાં આવી તેમા મેહસાણા, રાજકોટ અને જામનગરનો સમાવેશ છે. 
 
જાણો આ લિસ્ટના બાકી રાજ્ય કોણ છે ? 
 
2. છત્તીસગઢ 
3. હરિયાણા 
4. ઝારખંડ 
5. ઉત્તરાખંડ 
6. મહારાષ્ટ્ર 
7. ગોવા 
8. પંજાબ 
9. રાજસ્થાન 
10. દિલ્હી. 
 
કાળાનાણાને સફેદમાં બદલવાની લોકોની ઈચ્છા કેટલાક નવા કીવર્ડ સાથે પણ જોવા મળી. ગૂગલ ટ્રેંડમાં તેની સાથે સંબંધિત જે સવાલ સૌથી વધુ પૂછવામાં આવ્યા તેમા કાળાનાણાને સફેદમાં બદલવા સાથે જોડાયેલ સવાલ ટૉપ પર છે. 
 
જો કે જેમ જેમ દિવસો વીતી રહ્યા છે તેમ તેમ આ ટ્રેંડમાં કમી જોવા મળી રહી છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નોટ બંદી નિમિત્તે સામાજિક સંસ્થા 'ગાંધી વિચાર મંચ' ની આયોજિત ‘કાવ્ય-સંધ્યા’ સફળતાપૂર્વક સંપન્ન