Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બાબા રામપાલના સમર્થકો અને પોલીસ વચ્ચે અથડામણ, હાલત બેકાબૂ

બાબા રામપાલના સમર્થકો અને પોલીસ વચ્ચે અથડામણ, હાલત બેકાબૂ
નવી દિલ્હી , મંગળવાર, 18 નવેમ્બર 2014 (13:14 IST)
.
સંત રામપાલનની ધરપકડ કરવા ગયેલ પોલીસ સાથે સમર્થકોની હિંસક અથડામણ થઈ છે. સતલોક આશ્રમની બાહર પોલીસ-સમર્થક વચ્ચે હિંસક ટકરાવ થઈ રહ્યો છે. પોલીસે પાણીનો માર અને અશ્રુ ગેસ છોડ્યા છે. આશ્રમ તરફથી ગોળીબાર પણ થઈ રહ્યો છે. પત્થર ફેંકવામાં આવી રહ્યા છે. પોલીસની કોશિશ સતત ચાલુ છે. પણ આશ્રમની અંદર સમર્થકો પોલીસને ઘુસવા નથી દઈ રહી. પોલીસે એબીપી ન્યુઝનો કેમેરો તોડી નાખ્યો છે. કેમરામેન અને ડ્રાઈવર ઘાયલ થયા છે. પોલીસ આશ્રમની દિવાલો તોડી રહી છે. તેઓ દિવાલ તોડીને અંદર જવાનો પ્રયત્ન કરી રહ્યા છે. 
 
સૂત્રોના મુજબ અંદર મુકેલ તેજાબ પોલીસ પર ફેંકવામાં આવી રહ્યો છે. હિસારમાં સંત રામપાલની ધરપકડ જલ્દી શક્ય છે. રામપાલના આશ્રમની બહાર પોલીસ પહોંચી છે. સંત રામપાલની ધરપકડ માટે હરિયાણા પોલીસે પુરો જોર લગાવી દીધો છે. પોલીસ આજે સવારે પંજાબ-હરિયાણામાં રામપાલને રજુ કરવામાં નિષ્ફળ રહી. હવે છેલ્લી તક આપતા હાઈકોર્ટે  પોલીસને 21 નવેમ્બર સુધી રામપાલને કોઈપણ રીતે રજુ કરવાનુ કહ્યુ છે. બીજી બાજુ હિસારના બરવાલામાં આશ્રમ બહાર રામપાલ સમર્થક ખસી નથી રહ્યા. તેઓ પોલીસ સાથે લડવાના હિંસક મુડમાં લાગી રહ્યા છે.  
 
રામપાલના આશ્રમમાં હાજર પ્રાઈવેટ કમાંડો પણ ટક્કર માટે કમર કસતા દેખાયા. સરકારે હવાઈ જહાજ દ્વારા આશ્રમની ગતિવિધિઓ પર નજર રાખવાનો નિર્ણય કર્યો. આશ્રમના ઉપર નાના નાના વિમાન મંડરાતા જોવા મળી રહ્યા  છે. 
 
રામપાલે 2008મની હત્યા બબાતે મળેલ જામીન પણ કોર્ટ રદ્દ કરવાની તૈયારીમાં છે. આના પર નિર્ણય કાલે થવાનો છે.  

Share this Story:

Follow Webdunia gujarati