Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

15મી ઓગસ્ટે લાલ કિલ્લા પર હુમલાનું ષડયંત્ર

15મી ઓગસ્ટે લાલ કિલ્લા પર હુમલાનું ષડયંત્ર
નવી દિલ્હી. , ગુરુવાર, 11 ઑગસ્ટ 2016 (11:23 IST)
15 ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાષણ દરમિયાન લાલ કિલ્લા પર આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટ(આઈ.એસ)ના આતંકી હુમલો કરી શકે છે. ગુપ્ત એજંસીઓના આ ષડયંત્રથી સુરક્ષા બળો અને પોલીસને ચેતવવામાં આવ્યા છે. દિલ્હી પોલીસને મળેલ એલર્ટ મુજબ હુમલા માટે આતંકી આર્મીના ટ્રક અને પોલીસ વાહનનો ઉપયોગ કરી શકે છે.  સુરક્ષા એજંસીઓને 7 RCR થી લાલ કિલ્લા સુધી સુરક્ષાનો પાકો બંદોબસ્ત કરવાના આદેશ આપવામાં આવ્યા છે.  આતંકી હુમલાની આશંકાને ધ્યાનમાં રાખતા પ્રધાનમંત્રીની સુરક્ષામાં બે લેયરનુ સુરક્ષા ચક્ર બનાવવામાં આવશે. 
 
પીએમના રૂટમાં આર્મીના વાહનો પર ચુસ્ત નજર રાખવામાં આવશે. આ ઉપરાંત પાર્કિંગમાં પણ ઉભી ગાડીઓની પણ શોધખોળ કરવામાં આવશે.  બીજી બાજુ ગુપ્ત એજંસીઓના એલર્ટ પછી જૈસલમેરમાં ભારત-પાકિસ્તાન સીમા પર ઓપરેશન એલર્ટ શરૂ થઈ ગયુ છે.  સીમા પારથી ઘુસપેઠની આશંકાને ધ્યાનમાં રાખતા બી.એસ.એફ. એલર્ટ પર છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભારતમાં ધર્મ સંબંધી હિંસા અંગે અમેરિકાએ ચિંતા વ્યકત કરી