પાકિસ્તાન હંમેશા આતંકવાદને લઈને બેવડો માપદંડ અપનાવતુ રહ્યુ છે. પોતાના આ વલણના કારણે એક વાર ફરી તેના પર આંગળી ચિંધાઈ રહી છે. માહિતી મુજબ પાકિતાનના પંજાબ શહેરના ગુજરાવાલામાં એક પોસ્ટરે પાકિસ્તાનની પોલ ખોલી નાખી છે. પોસ્ટર દ્વારા એ સ્પષ્ટ સાબિત થાય છે કે ભારતના જમ્મુ કાશ્મીરમાં થયેલ ઉરી હુમલા પાછળ લશકર-એ-તૈયબાનો હાથ છે.
આતંકીની અંતિમ યાત્રાનુ નિમંત્રણ
ઉલ્લેખનીય છે કે ગુજરાવાલામાં એક પોસ્ટર લાગ્યુ છે જેમા જાહેરાત કરવામાં આવી છે કે લશ્કર-એ-તૈયબા ઉરી હુમલામાં માર્યા ગયેલા 4 આતંકવાદીઓમાંથી એકની અંતિમ યાત્રા કાઢશે. પોસ્ટરમાં એક અપરાધીનુ નામ છે. જે ગુજરાવાલા રહેવાસી મોહમ્મદ અનસ છે. તે અલિયાસ અબૂ સિરાકના અંડરમાં હતો. એ માટે સાર્વજનિક રૂપ્લે પાકિસ્તાનમાં લોકોને નમાજમાં સામેલ થવાનુ આમંત્રણ આપવામાં આવ્યુ છે. જે પાકિસ્તાનમાં આતંકની પોલ ખોલવા માટે પુરતુ છે. ઉલ્લેખનીય છે કે ઉરી હુમલામાં ભારતીય સેનાના 20 જવાન શહીદ થઈ ગયા હતા. જ્યારબાદ ભારતીય સેનાએ સર્જિકલ સ્ટ્રાઈક પર પાકમાં બેસેલા આતંકવાદીઓને કરારો જવાબ આપ્યો હતો.